Home /News /ahmedabad /BAPS: મહંત સ્વામી મહારાજે કોના ઋણ ચૂકવવાની કહી વાત! જાણો અહી

BAPS: મહંત સ્વામી મહારાજે કોના ઋણ ચૂકવવાની કહી વાત! જાણો અહી

આ મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે: મહંતસ્વામી મહારાજ

શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવકોની આ વિરાટ સભાને સંબોધીને સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા હતા. આ સભા કાર્યક્રમમાં શિસ્ત, શૈલી અને સંપ - આ ત્રણેય ગુણો કેળવીને સ્વયંસેવકોએ કેવી રીતે આદર્શ સેવક બનવાનું છે. તેની વિવિધ રોચક, પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દૃઢતા કરાવવામાં આવી હતી.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad : આગામી 30 દિવસ સુધી સમગ્ર વિશ્વને પ્રમુખસ્વામી મહારાજનાં વૈશ્વિક કાર્ય અને મૂલ્યોની પ્રેરણા સમગ્ર વિશ્વમાં જ્યાંથી પ્રસારિત થવાની છે. તેવા પ્રમુખસ્વામી નગરમાં સંસ્થાના કરોડરજ્જુ સમાન સ્વયંસેવકોની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિસ્ત, શૈલી અને સંપ પર પ્રેરણાદાયી વિડિયો, સંવાદો અને વરિષ્ઠ સંતોના પ્રવચનો દ્વારા સ્વયંસેવકોએ દૃઢ કર્યો સેવાનો આદર્શ

શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવકોની આ વિરાટ સભાને સંબોધીને સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા હતા. આ સભા કાર્યક્રમમાં શિસ્ત, શૈલી અને સંપ - આ ત્રણેય ગુણો કેળવીને સ્વયંસેવકોએ કેવી રીતે આદર્શ સેવક બનવાનું છે. તેની વિવિધ રોચક, પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દૃઢતા કરાવવામાં આવી હતી.

પૂ. યજ્ઞપ્રિય સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર એવા પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જીવનમાંથી કેવી ઉત્તમ રીતે સેવાકાર્ય કરવાનું છે તેની સમજણ દૃઢ કરાવી હતી.

આ મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણામૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણાવચનો દ્વારા સંતો - સ્વયંસેવકોને આ મહોત્સવમાં યાહોમ કરવાની હાકલ કરી છે એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આર્શીવચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધું. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. આ મહોત્સવ દ્વારા તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે. સ્વયંસેવકોની તનતોડ અને નિ:સ્વાર્થ સેવાને તેમણે હ્રદયપૂર્વક વધાવી હતી.

45 જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત 80,000 સ્ત્રી-પુરુષ સ્વયંસેવકોનો દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થ

આ સાથે 45 જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત 80,000 સ્ત્રી-પુરુષ સ્વયંસેવકો દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થથી કાર્ય કરી રહ્યા છે. તથા 4500 જેટલાં બાળ-બાલિકા સ્વયંસેવકો/ સ્વયંસેવિકાઓ દ્વારા મનોહર, પ્રેરણાદાયી બાળ નગરી સંચાલિત રહેશે. સાથે આ અદ્ભુત બાળનગરી શિસ્ત, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર, સંસ્કૃતિના પાઠ પણ દૃઢ કરાવશે.

ઉલ્લેખનીય છે કે અહીં સેવારત હજારો સ્વયંસેવકોમાં કોઈ ઉદ્યોગપતિ છે તો કોઈ સરકારી પદાધિકારીઓ છે. કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે. કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા.

પરંતુ પોતાના પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે. આબાલ- વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ અહીં સાચા ભાવથી સમર્પિત થયાં છે.
First published:

Tags: Ahmedabad news, BAPS Swaminarayan, Local 18