Home /News /ahmedabad /અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો મહત્ત્વનો નિર્ણય, AMC સ્કૂલબોર્ડના બાળકો માટે ચાલશે સ્પેશિયલ ક્લાસ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો મહત્ત્વનો નિર્ણય, AMC સ્કૂલબોર્ડના બાળકો માટે ચાલશે સ્પેશિયલ ક્લાસ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી ત્રણ દિવસમાં 400 શાળાઓમાં 20 હજાર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનો તંત્રનો નિર્ધાર છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું કે, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી ત્રણ દિવસમાં 400 શાળાઓમાં 20 હજાર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનો તંત્રનો નિર્ધાર છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (AMC Commissioner) લોચન સહેરાએ મહત્વનુ નિવેદન આપ્યું છે. લોચન સહેરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, કોરોના (Corona Virus)ના કારણે પાછલા બે વર્ષમાં લર્નિંગ લોસ (Learning Loss)ના કારણે અભ્યાસમાં કમી આવી હશે તો તે માટે શાળાઓમાં સ્પેશિયલ કલાસ (Special classes in schools) લઈને પણ એ કમી પુરી કરવામાં આવશે.
રાજયમાં આજથી 25 જૂન સુધી 32,000 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થયો છે. ત્યારે અમદાવાદમાં જોધપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા અને સ્કૂલબોર્ડ ચેરમેન સુજય મહેતાએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે અને દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે. જેથી કોઈ બાળક શિક્ષાથી વંચિત ન રહે તે ઉદ્દેશ સાથે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું કે, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી ત્રણ દિવસમાં 400 શાળાઓમાં 20 હજાર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનો તંત્રનો નિર્ધાર છે. બીજી તરફ પ્રવેશોત્સવના માધ્યમથી પોતાના બાળકને શાળાએ અભ્યાસ મુકવા આવેલા વાલીઓ પણ ખુશખુશાલ છે. વાલીઓ પણ સરકારના આ આયોજનની સરાહના કરી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે કોરોનાના કારણે બે વર્ષ બાદ પ્રવેશોત્સવ થઈ રહ્યો છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓને બે વર્ષમાં અભ્યાસમાં કમી રહી ગઈ હોય તે સ્પેશિયલ કલાસ ચલાવી પુરી કરાશે. તેમજ 6 મહિનામાં વધુ 17 સ્કૂલ સ્માર્ટ કલાસ કન્વર્ટ કરશે. તેમજ જ્યાં ડિમાન્ડ હશે ત્યાં ઈંગ્લીશ મિડિયમ શાળા તૈયાર કરવાનું આયોજન છે.
મહત્વનુ છે કે દર વર્ષની જેમ આ નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં રાજ્યના સાંસદો . ધારાસભ્યો મંત્રીઓ, IAS , IPS , IFS , વરિષ્ઠ અધિકારીઓ જોડાયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં તારીખ 23, 24, 25 દરમિયાન100 ટકા નામાંકનનો નીર્ધાર છે.