Home /News /ahmedabad /હેવાન પિતાની કબૂલાત: 'અઢી વર્ષથી પત્ની સાથે શારીરિક સંબંધ ન હોવાથી દીકરીને શિકાર બનાવી'
હેવાન પિતાની કબૂલાત: 'અઢી વર્ષથી પત્ની સાથે શારીરિક સંબંધ ન હોવાથી દીકરીને શિકાર બનાવી'
પતિ પત્ની વચ્ચે અઢી વર્ષથી શારિરીક સંબંધ ન રહેતા પિતાએ દીકરી પર ગુજાર્યુ દુષ્કર્મ
Ahmedabad crime: 'સાહેબ મારા અને મારી પત્ની વચ્ચે અઢી વર્ષથી શારિરીક સંબંધ ન બંધાતા દીકરી સાથે ખોટું કામ થઇ ગયું હતું', હેવાન પિતાની પોલીસ સમક્ષ કબૂલાત
અમદાવાદઃ 'સાહેબ મારા અને મારી પત્ની વચ્ચે અઢી વર્ષથી શારિરીક સંબંધ ન બંધાતા દીકરી સાથે ખોટું કામ થઇ ગયું હતું', આ શબ્દો આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતના છે. ઘરે એકલી રહેલી આઠ વર્ષની બાળકીને આઇસ્ક્રીમ ખવડાવી તેની પર દુષ્કર્મ આચરનાર હેવાન પિતાની પોલીસે ધરપકડ કરી છે. હેવાન પિતાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. આરોપી હેવાન પિતા અને તેની બાળકી ઘરે એકલા હતા તે સમયે હેવાન પિતાએ દુષ્કર્મ આચર્યુ હતું. પિતાએ આ હરકત કર્યા બાદ બાળકીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા. જ્યાં બાળકીની તબિયત બગડી હોવાનું પિતાએ કહેતા તેની માતાને પણ બોલાવી હતી અને બાદમાં ડોક્ટરને બોલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
શહેરના પૂર્વ વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પતિ અને દીકરી સાથે રહે છે. તેની દીકરીની ઉંમર આઠેક વર્ષની છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેની માતાની તબિયત ખરાબ હોવાથી રાત હોસ્પિટલમાં રોકાવવા માટે આ યુવતી ગઇ હતી. ત્યારે ઘરે તેનો પતિ અને દીકરી એકલા હતા. તે જ રાત્રે આરોપી પતિએ તેની જ દીકરીને આઇસ્ક્રીમ ખવડાવ્યો હતો. આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ આ નરાધમ પિતાએ પોતાની જ દીકરીને પર દુષ્કર્મ આચરી પીંખી નીખી હતી. યુવતી સવારે તેના ઘરે આવી ત્યારે પાડોશી મહિલાએ તેની દીકરી રાત્રે રડતી હતી અને તેને કંઇક દુખતુ હતું તેવી વાત કરી હતી.
પોતાની જ આઠ વર્ષની બાળકીને પીંખી નાખી હોવાની કબૂલાત
પોલીસે આરોપીની ધરપકડ કરી પિતાની પૂછપરછ કરતા તેણે પોતાની જ આઠ વર્ષની બાળકીને પીંખી નાખી હોવાની કબૂલાત કરી હતી. આરોપી ઘરે હતો ત્યારે તેની આઠ વર્ષની દીકરી પણ ઘરે એકલી હતી. આરોપીની પત્ની તેની માતા સાથે હોસ્પિટલમાં હતી. તે સમયે આરોપીએ તેની દીકરીને આઇસ્ક્રીમ ખવડાવ્યો હતો. બાદમાં તેને ફોસલાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને દુખાવો થતાં અને તેની તબયિત બગડતા તેણે બુમાબુમ કરી હતી. જેથી આરોપીએ બાજુમાં રહેતી એક મહિલાને બોલાવી હતી. જે મહિલાએ બાળકીની માતાને જાણ કરતા માતા ઘરે આવી અને બાદમાં આરોપી પતિ સાથે બાળકીને લઇને હોસ્પિટલ ગઇ હતી. જ્યાં ડોક્ટરે ચેકઅપ કર્યું તો દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. દીકરીની માતાએ તેની બાળકીને પૂછ્યું તો તેણે તેના જ પિતાનું નામ આપ્યું અને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરી હોવાનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એમ. પટેલએ જણાવ્યું છે.
પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત તો કરી પણ સાથે એક એવી ચોંકાવનારી વાત કરી કે પોલીસ પણ તે વાત સાંભળી લાલચોળ થઇ ગઇ હતી. આરોપીએ કબૂલાત કરી કે, તેને તેની પત્ની સાથે અઢી વર્ષથી શારીરિક સંબંધ બંધાયા ન હોવાથી વિકૃત થઇ ગયો હતો અને બાળકી તે સમયે ઘરે એકલી હોવાથી તેની પર તેણે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી સાયન્ટિફિક અને મેડિકલ પુરાવા એકત્રિત કરી યોગ્ય સજા થાય તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સામાં પોલીસ પણ સલાહ આપે છે કે, બાળકોને એકલા મૂકવા નહીં.