Home /News /ahmedabad /

Vishwa Umiyadham: જાસપુરમાં હશે અમદાવાદના ફેફસા, વિશ્વ ઉમિયાધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

Vishwa Umiyadham: જાસપુરમાં હશે અમદાવાદના ફેફસા, વિશ્વ ઉમિયાધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

આ 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદુષિત હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે.

31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે.

અમદાવાદ: વિકાસની સુપરફાસ્ટ સ્પીડમાં ચાલી રહેલા ગુજરાત (Gujarat)નું આર્થિક પાટનગર એટલે આપણું અમદાવાદ (Ahmedabad). આ અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ (Air and water pollution) વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગ (global warming)ની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્નાર્થ તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દુષિત હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાનું કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામ (Vishwa Umiyadham) જાસપુર ખાતે 1.5 લાખ વૃક્ષો સાથે વિશ્વ ઉમિયાધામ (Vishwa Umiyadham) ઉપવન બનવા જઈ રહ્યું છે.

આ 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદુષિત હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે એટલે હવાનું પ્રદુષણ અટકશે. વૈશ્વિક સ્તરે અમેરિકા-બ્રિટન જેવા વિકસીત દેશો પણ ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા હવામાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા મથે છે. ત્યારે વિશ્વ ઉમિયા ધામનું આ ઉપવન વિશ્વને કાર્બન ક્રેડિટ આપશે.

આ સાથે ભારત વર્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક સામાજિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ જાસપુરે સંકલ્પ લીધો છે કે 31 જુલાઈના રોજ 75 હજાર વૃક્ષારોપ સાથે 75 હજાર તિરંગાઓનું પણ વિતરણ થશે. જે ગુજરાત ભરમાં વસતાં પાટીદાર સમાજના પરિવારને ઘર પણ લહેરાવાશે.

31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે. જે સંદર્ભે આ વર્ષે 75 હજાર અને આવતાં વર્ષે અન્ય 75 હજાર વૃક્ષનું વાવેતર થશે.

આઝાદીના અમૃત મહોત્સવની જવાબદારી સામાજિક સંસ્થાઓની પણઃ આર.પી. પટેલ આ સંદર્ભે વાત કરતાં વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ સામાજિક સંસ્થાઓની પણ છે. જેના ભાગરૂપે વિશ્વઉમિયાધામ પર્યાવરણ પ્રત્યે જાગૃત બની 1.5 લાખ વૃક્ષો ઉછેરશે અને 75 હજાર તિંરગાનું વિતરણ કરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Patidar leader, Vishwa Umiyadham

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन