Home /News /ahmedabad /

Pethapur Murder Case: પેથાપુર હત્યા કેસમાં નવો વળાંક, કરોડોની જમીન અને અનૈતિક સંબંધમાં હત્યા થઇ

Pethapur Murder Case: પેથાપુર હત્યા કેસમાં નવો વળાંક, કરોડોની જમીન અને અનૈતિક સંબંધમાં હત્યા થઇ

પત્નીએ પ્રેમીને મેળવવા તેની સાથે મળી હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે.

કોલવડા ગામમાં 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલની પત્ની નિશિતા અને સગીર દીકરીએ હત્યા કરી હતી. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિ દીકરીની હાજરીમાં શારીરિક સંબધ બાંધવાની વાત કરતો હતો.

પેથાપુરમાં કોલવડા ગામમાં થયેલી હત્યા કેસ (Pethapur Murder case)નો ભેદ ઉકેલાયો છે. પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી (immoral relationship) સાથે મળીને પતિની હત્યા (Murder) કરી હોવાનો ખુલાસો થયો છે. પત્નીએ પોલીસ (Gandhinagar Police) સમક્ષ દીકરીની છેડતીનું બહાનું કહીને હત્યા (Pethapur Murder) કરી હોવાનું સ્વીકાર્યું છે પરંતુ તપાસમાં કરોડોની જમીનની લાલચ અને પ્રેમીને પામવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનું ખુલ્યું છે. આરોપી સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલ છે. આરોપી સંજયએ પ્રેમિકા રિશીતાને પામવા તેના પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ઘટનાની વાત કરીએ તો કોલવડા ગામમાં 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલની પત્ની નિશિતા અને સગીર દીકરીએ હત્યા કરી હતી. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિ દીકરીની હાજરીમાં શારીરિક સંબધ બાંધવાની વાત કરતો હતો. અને તેની દીકરીની છેડતી કરી હતી. જેથી નિશિતાએ પતિની હત્યા કરી હોવાની વાત કરી હતી. પરંતુ આ હત્યા કેસની તપાસમાં નવો વણાંક આવ્યો છે. આરોપી નિશિતાએ પ્રેમી સંજય પટેલને મેળવવા તેમજ પતિની મિલકત માટે પ્રેમી સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

પોલીસે નિશિતાની ધરપકડ બાદ તેના પ્રેમી સંજય અને તેની પત્ની સોનલની પણ ધરપકડ કરી છે. નિશિતા અને સંજય મોટેરાના રહેવાસી છે. નિશિતાના લગ્ન ઘનશ્યામ પટેલ સાથે થતા નિશિતા કોલવડા ગામ રહેવા જતી રહી હતી. તેમને સંતાનમાં એક દીકરી છે. પાડોશી હોવાથી સંજય અને નિશિતા છેલ્લા 18 વર્ષથી પરિચયમાં હતા. નિશિતા અને ઘનશ્યામ વચ્ચે મનમેળ નહિ થતા તે દોઢ વર્ષ પહેલાં મોટેરા રહેવા આવી ગઈ હતી. ત્યારે સંજય અને તેની પત્ની સોનલે મદદ કરી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો

આ દરમ્યાન સંજય અને નિશિતા વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. પતિ પાસે કરોડોની જમીન હોવાથી નિશિતા તેને છોડવા પણ નહોતી માંગતી અને પ્રેમીને પામવા પણ માંગતી હતી. જેથી નિશિતાએ પ્રેમી સાથે મળીને ઘનશ્યામની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સમાધાનના નામે દીકરીને કોલવડા ગામ મોકલી દીધી હતી. અને તે પણ ત્યાં પહોંચી ગઈ હતી. નિશિતા પતિને દરરોજ ઘેનની દવા આપતી હતી. હત્યાના દિવસે પણ પ્રેમીને બોલાવીને પતિને ઘેનની દવા આપી બેભાન કરીને ઠંડા કલજે હત્યા કરી નાંખી હતી.

આ પણ વાંચો - વાપીમાં વરસાદ બન્યો આફત, નદીઓમાં પૂરની સ્થિતિથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

આ હત્યામાં સંજય તેની પત્ની સોનલ અને નિશિતાની સગીર દીકરી પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. સંજય અને નિશિતા એકબીજાના પ્રેમમાં આંધળા બનીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સાથે સંજયએ પોતાની પત્નીને પૈસા અને મિલકતની લાલચ આપીને સામેલ કરી હતી. પતિને કોલવડા એકલો જતા પત્ની સાથે આવાની જીદ કરી હતી. અને પૈસાની લાલચમાં હત્યારી બની ગઈ હકી. પેથાપુર પોલીસે આ હત્યા કેસમાં સગીરા સહિત 3 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Gujarati news, Latest Ahmedabad Crime news, Murder case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन