Home /News /ahmedabad /Ahmedabad Crime: અમદાવાદના રિવરફ્રન્ટ પર વિદેશી દારુ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

Ahmedabad Crime: અમદાવાદના રિવરફ્રન્ટ પર વિદેશી દારુ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

સાબરમતીનાં કુખ્યાત બુટલેગર રતન છારા અને નિતેશ છારા દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા બહારથી દારૂ લાવીને નદીમાં પટમાં ખાડો કરીને તેમાં સંતાડી દેવામાં આવતો હતો અને જ્યારે જેટલા દારૂની જરૂર પડે તેટલો દારૂ કાઢીને વેચવામાં આવતો હતો.

લોકો કહે છે કે ગુજરાતમાં દારુબંધી (Gujarat Darubandi) માત્ર કાગળ પર જ છે. તેમાં કોઈ જ બે મત નથી. બોટાદ કેમિકલકાંડ (Botad Chemical Scandal) બાદ હવે અમદાવાદ (Ahmedabad)ની ખાસ જગ્યા એવી રીવરફ્રન્ટ (River Front) પર પોલીસે એવી જગ્યા પરથી દારુ ઝડપી પાડ્યો છે. જેને જોઈને કે સાંભળીને આપને પણ નવાઈ લાગશે. અમદાવાદના રિવરફ્રન્ટ પરથી વિદેશી દારુ ઝડપાયો છે. દેશી દારુ બાદ વિદેશી દારુ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.

અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો રિવરફ્રન્ટ વિસ્તાર આજના આધુનિક અમદાવાદની ઓળખ તરીખે ઓળખાય છે. અહિંયા બહારથી ટૂરીસ્ટો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જે સાબરમતી નદીના કિનારેથી મહાત્માં ગાંધીએ સત્યાગ્રહ આંદોલન શરું કર્યું હતું તે સાબરમતી નદીના પટમાં હવે બુટલેગરો બેફામ રીતે વિદેશી દારુનો ધંધો કરી રહ્યા છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ નમન છારા અને શરદ છારા છે. મિનિ છારાનગર તરીકે ઓળખાતા સાબરમતી વિસ્તારમાં રહેતા આ બન્ને આરોપીઓ સાબરમતી નદીનાં પટમાં રાસ્કા પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી દારૂ સંતાડી રાખ્યો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂની 204 બોટલો સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાત ખાતા એક જ પરિવારના 2 બાળકોના મોત

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું છે કે, સાબરમતીનાં કુખ્યાત બુટલેગર રતન છારા અને નિતેશ છારા દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. અને થોડા દિવસો પહેલા રિવરફ્રન્ટ વેસ્ટ વિસ્તારમાં વરસાદમાં અંધારાનો લાભ લઈને દારૂ સગેવગે કરતા ઝડપાયેલા આરોપી અગાઉ પણ દારુના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે. સાથે જ આરોપીઓ દ્વારા બહારથી દારૂ લાવીને નદીમાં પટમાં ખાડો કરીને તેમાં સંતાડી દેવામાં આવતો હતો અને જ્યારે જેટલા દારૂની જરૂર પડે તેટલો દારૂ કાઢીને વેચવામાં આવતો હતો. પોલીસને રેડ દરમિયાન 204 વિદેશી દારુની બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો- યુપી પોલીસ કોન્સ્ટેબલની અનોખી અરજી, લગ્ન પછી "સારા સમાચાર" માટે 15 દિવસની રજા માંગી

સાબરમતી નદીનાં પટમાં અગાઉ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાતા દેશી દારૂની હાટડીઓ બંધ થઈ હતી. જોકે ભારતીય બનાવટનાં વિદેશી દારૂને સંતાડવા માટે સાબરમતી નદીનો ખાલી પટ વાપરવામા આવતી હોવાની નવી મોડસ ઓપરેન્ડી ખુલતા જ પોલીસ સક્રિય બનીને તપાસ કરી રહી છે. તેવામાં પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ નદીનાં પટમાં દારૂની બોટલો સંતાડી હોવાનું ખુલતા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad river front, Gujarati news, Latest Ahmedabad Crime news