Home /News /ahmedabad /સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે મહિલા કેદીઓ પાસેથી મોબાઇલ મળ્યાં, જેલ તંત્ર ખામોશ

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે મહિલા કેદીઓ પાસેથી મોબાઇલ મળ્યાં, જેલ તંત્ર ખામોશ

સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્ર ખામોશ

Sabarmati Central Jail: અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મહિલા કેદીઓ પાસેથી મોબાઈલ મળી તંત્ર હરકતમાં આવ ગયું છે. જેલ તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. એક મહિલા હત્યાના ગુનામાં તો બીજી ડ્રગના ગુનામાં જેલમાં છે.

    અમદાવાદ: અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવાર નવાર પુરૂષ કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવતા હોય છે. પરંતુ આ વખતે જેલમાં સર્ચ કરવામમાં આવતા મહિલા કેદીઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. જેલ સ્ટાફ દ્વારા અવાર નવાર જેલમાં સર્ચ કરવામાં આવતું હોય છે, ત્યારે ગઈ કાલે જેલમાં સર્ચ કરવામાં આવતા બે મહિલા કેદીઓ પાસેથી મોબાઇલ મળી આવતા જેલ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સાથે જ જેલ તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

    નિકિતા અગ્રવાલ સાસુની હત્યાના આરોપમાં જેલમા છે


    મળતી માહિતી પ્રમાણે જેલમાં બંધ કાચા કામના કેદી નિકિતા અગ્રવાલ અને સમસાદ બાનું ઉર્ફે આપા પાસેથી બંને મોબાઇલ મળી આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે નિકિતા અગ્રવાલ સોલા વિસ્તારમાં રહે છે અને થોડા સમય પહેલા તેણે પોતાના સાસુની હત્યા કરી દીધી હતી. જ્યારે ઘર કંકાસના કારણે સાસુની હત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું. જેની સજાના ભાગરૂપે તેમને જેલની સજા કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ સમસાદ બાનું ઉર્ફે આપાને ડ્રગ કેસમાં જેલની સજા થઈ હોવાથી સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં સરેઆમ હત્યા: કારની ટક્કર મારી ગોળી ધરબી દીધી

    આરોપીઓએ મોબાઇલ ક્યાથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ


    મહત્વની વાત એ છે કે, બંને મહિલા આરોપીઓએ આ મોબાઇલ કોની પાસેથી લાવી છે અને મોબાઈલ કઈ રીતે જેલમાં લઇને આવી તેના પર એક મોટો સવાલ છે. જેલમાં મોબાઇલ ઘુસાડવામાં કોઈ જેલ કર્મચારીએ મદદ કરી છે કે કેમ તેવે પણ સવાલ થઈ રહ્યો છે. આ લોકો મોબાઇલ ફોનથી કોઈ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે તમામ દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાની તપાસ બાદ જ અન્ય ખુલાસા સામે આવી શકે તેમ છે. જોકે નવાઈની વાત તો એ છે કે, મહિલાઓ પાસેથી મોબાઈલ મળી આવતા તંત્ર પણ કામે લાગી ગયું છે. કારણ કે અગાઉ જેલમાં સુરંગ કાંડને લઈને સેન્ટ્રલ જેલ દેશ ભરમાં ચર્ચામાં આવી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन