Home /News /ahmedabad /Ahmedabad Crime: અમદાવાદમાં પાડોશમાં રહેતા શેતાન યુવકે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

Ahmedabad Crime: અમદાવાદમાં પાડોશમાં રહેતા શેતાન યુવકે 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી. (પ્રતિકાત્મક તસવીર)

2 મહિના પહેલા જ વટવા જીઆઈડીસી (Vayva GIDC) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ (Rape) આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ (Ahmedabad) શહેરના વટવા જીઆઈડીસી (Vatva GIDC)વિસ્તારમાં 13  વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ (Rape) ની ઘટના સામે આવી છે. ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ (Vatva GIDC Rape Case) ગુજાર્યું હતું. જો કે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં આવેલ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીને પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચો- જુગારમાં લાખો રૂપિયા હારી જતા પતિએ કર્યો કાંડ, પત્નીએ સાસરીયાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જો કે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમા આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો- હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, સ્કૂલે ગયેલા બાળકોને ખભે બેસાડી લાવવા પડ્યા

ઉલ્લેખનિય છે કે, 2 મહિના પહેલા જ વટવા જીઆઈડીસી (Vayva GIDC) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ (Rape) આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અહીં 34 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી અને શારીરિક ચેનચાળા કરતા બાળકીના માતા જોઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટના બાદ બાળકીને શરીરમાં ગુપ્ત ભાગે બળતરા થતા માતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ આ સમગ્ર મામલે પતિને જાણ કરી હતી. જેથી ઘટના સંદર્ભે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જો કે મહત્વની બાબત તો એ છે કે આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક નરાધમો છે કે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. અને આવા એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad police, Gujarati news