જૂનાગઢનાં નિકુંજ પટેલે એમ.બી.એ ઈન ઈમ્પોર્ટ-એક્સપોર્ટ નો અભ્યાસ કર્યો છે.બાદ છ વર્ષ નોકરી કર્યા બાદ અમદાવાદમાં ભજીયાનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમા પણ ખાસ ઓરિયો બિસ્કિટના ભજીયા બનાવી લોકોના દિલ જીતી લીધા છે.
Parth Patel, Ahmedabad: મિત્રો આપણે સૌએ ભજીયા તો ખાધા જ હશે. પરંતુ શું તમે ઓરિયો બિસ્કિટના ભજીયા ખાધા છે ખરા? પહેલાં તો નામ સાંભળીને આપણને એવું લાગે કે આ ઓરિયો બિસ્કિટના ભજીયા એટલે કેવા ભજીયા અને શેમાંથી બનતા હશે? પરંતુ તમને નવાઈ લાગશે કે આ ઓરિયો બિસ્કિટના ભજીયાનો ટેસ્ટ પણ ઓરિયો બિસ્કિટ જેવો જ આવે છે. ચાલો આજે આપણે વાત કરીએ ઓરિયો બિસ્કિટના ભજીયાની.
અમદાવાદમાં લાઈવ ભજીયા બહુ ઓછી જગ્યાએ મળતા હતા
નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, હું જૂનાગઢનો વતની છું. મેં એચ. એલ. કોમર્સ કોલેજમાંથી એમ બી.એ.ઈન ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો અભ્યાસ કર્યો છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં મેં 6 વર્ષ જોબ કરી છે. ત્યારબાદ અત્યારે લાઈવ ભજીયા બનાવીને વેચું છું. હું જ્યારે જોબ કરતો હતો, ત્યારે અમદાવાદમાં લાઈવ ભજીયા બહુ ઓછી જગ્યાએ મળતા હતા.
આમ જોવા જઈએ તો મારા પિતા પણ 25 વર્ષથી જૂનાગઢમાં લાઈવ ભજીયા બનાવીને વેચે છે. આ સાથે મને પણ પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હતી. અમદાવાદમાં બોપલમાં ભજીયા બનાવીને વેચવાની શરૂઆત કરી. અત્યારે આ ભજીયા સેન્ટરને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા છે. હાલમાં અમારા ભજીયા ઘણી વેરાયટીમાં અને જુદા જુદા ટેસ્ટમાં મળે છે.
ઓરિયો બિસ્કિટના ભજીયા ખાસ બાળકોને બહુ ભાવતા હોય છે
લસણીયા બટાકાના ભજીયા, મેથીના ભજીયા, ભરેલા મરચાના ભજીયા, ભરેલા ટામેટાના ભજીયા, ભરેલા ખજૂરના ભજીયા, બટાકાવડાના ભજીયા, બટાકાની ચીપ્સના ભજીયા, વાટીદાળના ભજીયા, મિક્સ ભજીયા તથા અત્યારની ખાસ નવી વેરાયટીમાં ઓરિયો બિસ્કિટના ભજીયા અમારા ત્યાં મળે છે. આ ઓરીયો બિસ્કિટના ભજીયા ખાસ બાળકોને બહુ ભાવતા હોય છે.
આ અલગ અલગ પ્રકારના ભજીયાને લસણ, આમલી અને ખજૂરની ચટણી તથા મરચાં સાથે પીરસવામાં આવે છે. જે અનોખો સ્વાદ આપે છે. જેની કિંમત 380 રૂપિયાના કિલો છે. આ ભજીયાની ખાસ વાત તો એ છે કે તમે કોઈ પણ પ્રકારના ભજીયા ખાવ તો તેમાં તેલની ચીકાશ જોવા મળતી નથી. તથા દરેક વેરાયટી મુજબ તેનો ટેસ્ટ પણ એક અલગ જ આનંદની અનુભૂતિ કરાવે છે.
દરરોજ 30થી 40 કિલો ભજીયા વેચાય
અત્યારે હાલમાં અમારે ત્યા દરરોજ 30 થી 40 કિલો ભજીયા વેચાય છે. જેનો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે. જો તમારે પણ આ અલગ અલગ ભજીયાની મજા માણવી હોય પરિવાર સાથે આ સ્ટોલની મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ કરી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.comપર સંપર્ક કરો.