Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મજૂરીના પૈસા લેવા બાબતે એકની હત્યા

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મજૂરીના પૈસા લેવા બાબતે એકની હત્યા

મજૂરીના પૈસા લેવા બાબતે ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Crime: અમદાવાદમાં હત્યાના બનાવો દિવસેને દિવસ વધી રહ્યા છે, 30 વર્ષીય નવઘણ નામના યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામા આવી છે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી કાર્યવાહી શરૂ કરી.

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યા અને હત્યાની કોશિશના બનાવો દિવસે દિવસ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય બાબતે હત્યાના બનાવોમાં વધારો જોવા મળે છે, ત્યારે વધુ એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને જેમાં 30 વર્ષીય નવઘણ નામના યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવામા આવી છે. જોકે, આ ઘટના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે હત્યાની કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ફરિયાદીએ ફરિયાદ આપી કે, તેના ભાઈ નવઘણની નરેશ પરમાર અને સુરેશ પરમાર સહિત 3 લોકોએ હત્યા કરી નાખી છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદી ગત 28 તારીખના રોજ ઘરે સૂઈ રહ્યા હતા, ત્યારે મોડી રાતે પ્રતિક સોલંકી નામના વ્યક્તિ તેમના ઘરે આવીને જાણ કરી કે, તેમના ભાઈને નરેશ પરમાર, સુરેશ પરમાર અને સંજય પરમાર નામના લોકો છરી વડે મારી રહ્યા છે. જેથી ફરિયાદી ઈશ્વર ભાઈ ત્યાં ગયા ત્યારે તેમના ભાઈ લોહી લુહાણની હાલમાં હતા જેથી પોલીસને જાણ કરી અને મરનારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને જ્યાં ડોક્ટરો દ્વારા ઈજા પામેલ વ્યક્તિને મરણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રોજગારીની સેંકડો તક આપશે

આ ઘટનાની વધુ માહિતી સામે આવી છે કે, મૃત્યું પામનાર સુરેશ પરમાર પાસેથી મજુરીના રૂપિયા માંગતો હતો અને જેની માંગણી કરી રહ્યા હતા અને એ વાતની અદાવત રાખીને નરેશ પરમારે નવઘણ સાથે બબાલ કરી હતી, ત્યાર બાદ આરોપી નરેશ દ્વારા ઝઘડાની જાણ સુરેશ પરમાર અને તેનો મિત્ર સંજય પરમારને કરી હતી. જેથી તેઓ તરત ઘટના સ્થળે આવી પહોચા હતા.

નવઘણ એકલો ગઈ કાલે ઘટનાની જગ્યાથી પસાર થઈ રહ્યો હતો. તે સમયએ આરોપીઓએ ભેગા મળીને નવઘણને રોકી લીધો હતો અને ત્યાર બાદ આરોપી નરેશ અને સંજયે તેને પકડી રાખ્યો હતો અને આરોપી સુરેશે તેની પાસેથી છરી કાઢીને નવઘણ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો જેથી આ હુમલામાં નવઘણનું મોત થયું હતું. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news

विज्ञापन
विज्ञापन