ગાયકવાડ સરકાર હસ્તક દેવી શક્તિમાતા અને પાધળદેવની સ્થાપના કરવામાં આવી
અમદાવાદનાં કલ્યાણપુર ગામમાં દેવી શક્તિમાતાનું ભવ્ય મંદિર આવેલું છે. કહેવાય છે કે, શક્તિમાતાની સ્થાપનાં બાદ રોગચાળો આવતો નથી. ગાયકવાડ સરકારે શક્તિમાતાની દેરી બંધાવી હતી. ગામજનોએ ભવ્ય મંદિર બનાવ્યું છે.
Parth Patel, Ahmedabad : જેમ પાટડી ગામના ટોડલે શક્તિમાતાએ તોરણ બાધ્યું હતું. એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે. તેવી જ રીતે અમદાવાદથી થોડે દૂર કલ્યાણપુરા ગામમાં ગાયકવાડ સરકાર વખતનું શક્તિમાતાનું મંદિનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે.
શક્તિમાતાની સ્થાપનાં બાદ રોગચાળો આવતો નથી
કહેવાય છે કે, જેમ ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે ગામની રક્ષા માટે લોકો શક્તિમાતાની પૂજા-અર્ચના કરે છે. એવું પણ માનવામાં આવે છે. જે ગામમાં શક્તિમાતાની સ્થાપના કરવામાં આવી હોય તે ગામમાં કોઈ મહામારી, રોગચાળો કે કોઈ મોટી આફત ગામમાં પ્રવેશ કરતી નથી.
શક્તિમાતા એક દેવીનું સ્વરૂપ છે. જે રોગ, દ્વેષ કે પીડા હરનારી દેવી છે. જેનું સ્મરણ કરતા જ દુ: ખડા દૂર થઈ જાય છે. ત્યારે આ દેવી સ્વરૂપના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. શક્તિમાતાનું ભવ્ય મંદિર અમદાવાદથી થોડે દૂર કલ્યાણપુરા ગામમાં સ્થિત છે.
શક્તિમાતા શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું
આ વર્ષો જુના સ્થાપિત માતાજીના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. માતાજીનો નિરતંર જાપ કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન અહીં આવી શક્તિમાતાની આરાધના કરે છે. ત્યારે આજના આધુનિક સમયમાં નવીનતમ તકનિકનો ઉપયોગ કરી નવા મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. જેમાં નવા રંગ-રોકાણ સાથે માતાજીની નાની દેરીમાંથી મોટા ભવ્ય મંદિરનું નિર્માણ ગામ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે ગામજનો દ્વારા ઉત્સાહ અને લાગણીથી શક્તિમાતા શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.
દેવી શક્તિમાતા અને પાધળદેવની સ્થાપના કરવામાં આવી
જ્યારે 150 વર્ષ પહેલા વડોદરાની ગાયકવાડ સરકાર દ્વારા કલ્યાણપુરા ગામ વસાવવામાં આવ્યું. ત્યારે જ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરની સાથે ગામના ટોડલાની દેવી શક્તિમાતાની નાનકડી દેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે ગામના પાધળદેવની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 150 વર્ષથી પણ વધારે જુનું એટલે કે સૌથી પ્રાચીન શિવલિંગ મંદિર પણ અહીં આવેલું છે.
આ મંદિરના મહિમાની વાત કરીએ તો શક્તિમાતા એ કેટલાય ભક્તોની પીડા દૂર કરી દર્શન આપ્યા છે. ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે, આ સ્થાપિત માતાજીની મૂર્તિ દ્વારા ગામના લોકોને ચમત્કારિક દર્શન અવાર-નવાર મળતા રહે છે. આ સાથે દેવીની સ્થાનિકો દ્વારા અહીં દરરોજ પૂજા-આરતી કરવામાં આવે છે.
ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય
લોકમાન્યતા અનુસાર ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીના શરણે આવી આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર પાસે ભગવાન ગણપતિ અને કાળભૈરવ દાદાની સુંદર આંખને મોહી લેતી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. તથા મંદિરની આજુબાજુ બહારના ભાગે નાના ગોખમાં ભગવાનના વિવિધ સ્વરૂપો સ્થાપિત કરવામાં આવ્યા છે.
નવાઈની વાત તો એ છે કે, આ કલ્યાણપુરા ગામમાં કલ્યાણેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે. ત્યારે આ મંદિરમાં એક જ સ્થાન પર બે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. જેમાં 150 વર્ષથી પણ વધારે જુનું એટલે કે સૌથી પ્રાચીન શિવલિંગ મંદિરના નીચેના ભાગમાં આવેલું છે. તથા ઉપરના ભાગે સ્થાપિત કરવામાં આવેલા નવા શિવલિંગને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે.
તમારે પણ આ પ્રાચીન શક્તિમાતાના દર્શન કરવા માટે કલ્યાણપુરા ગામ, કડીની મુલાકાત લઈ શકો છો અને પાવન થઈ શકો છો.