Home /News /ahmedabad /ઓલિમ્પિક અભિયાનમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ - નીતા અંબાણી, 2023 ભારત માટે મહત્ત્વનું વર્ષ

ઓલિમ્પિક અભિયાનમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ - નીતા અંબાણી, 2023 ભારત માટે મહત્ત્વનું વર્ષ

ઓલિમ્પિક અભિયાન માટે 2023 ભારત માટે મહત્ત્વનું વર્ષ

Olympic campaign 2023: આઇઓસી સભ્ય નીતા અંબાણીએ આજે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના નવા સંશોધિત ડ્રાફ્ટ બંધારણનું સ્વાગત કર્યું હતુ. તેને ભારતના ઓલિમ્પિક સ્વપ્નમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી.

Olympic campaign 2023: આઇઓસી સભ્ય નીતા અંબાણીએ આજે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના નવા સંશોધિત ડ્રાફ્ટ બંધારણનું સ્વાગત કર્યું હતુ. તેને ભારતના ઓલિમ્પિક સ્વપ્નમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એલ નાગેશ્વર રાવ દ્વારા તૈયાર કરાયેલ IOAના સુધારેલા બંધારણના અંતિમ ડ્રાફ્ટમાં કેટલાક મુખ્ય ફેરફારો મૂકવામાં આવ્યા છે. જે 10 નવેમ્બરે તેની સામાન્ય સંસ્થાની બેઠકમાં ઔપચારિક રીતે અપનાવવામાં આવશે.

આશાસ્પદ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ: નીતા અંબાણી


ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ નવા સંશોધિત IOA ડ્રાફ્ટ બંધારણમાં એથ્લેટ્સ અને મહિલાઓના વધુ પ્રતિનિધિત્વની પ્રશંસા કરી કહ્યું “હું ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવને ભારતના ઓલિમ્પિક અભિયાનમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ માટે અભિનંદન આપું છું. કારણ કે, આપણે વધુ સમાવિષ્ટ અને આશાસ્પદ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આઇઓસીમાં મારા સાથીદારો સાથે પરામર્શ કરીને બનાવેલું IOAનું સંશોધિત ડ્રાફ્ટ બંધારણ મને ખૂબ આશાવાદી બનાવે છે. ખાસ કરીને ભારતીય રમત ગમતના વહીવટમાં એથ્લેટ્સ અને મહિલાઓ માટે વધુ પ્રતિનિધિત્વ અંગે લેવાયેલા પગલાં માટે.”

આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

ભારત મુંબઈમાં IOC સેશનનું આયોજન


2023 ભારતના ઓલિમ્પિક અભિયાન માટે મહત્ત્વનું વર્ષ છે. કારણ કે, ભારત મુંબઈમાં IOC સેશનનું આયોજન કરશે. ભારત IOC સત્રનું આયોજન કરશે એવું 40 વર્ષમાં પહેલીવાર બની રહ્યું છે. અને તે ભારતની ઓલિમ્પિક સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવા ડ્રાફ્ટ બંધારણીય સુધારા પર વધુ ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, “હું દૃઢપણે માનું છું કે આ સુધારા ભારત માટે રમતગમતમાં આપણી સાચી ક્ષમતા હાંસલ કરવાનો માર્ગ મોકળો કરશે. મુંબઈમાં 2023 IOC સત્ર અને 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ઈન્ડિયા હાઉસની સફળ યજમાનીથી શરૂ કરીને ભારતની ઓલિમ્પિક મહત્ત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે આઇઓએના નવા ચૂંટાયેલા સભ્યો સાથે મળીને કામ કરવા હું આતુર છું.

40 વર્ષ પછી ભારતને યજમાનીના અધિકારો અપાયા


ભારતીય ઓલિમ્પિકના સ્વપ્ન માટેના તેમના સતત પ્રયાસોના ભાગરૂપે અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં 2023માં IOC સત્રની યજમાની માટે ભારતની ઉમેદવારી નોંધાવવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં ભારતને 40 વર્ષના સમયગાળા પછી લગભગ સર્વસંમતિથી યજમાનીના અધિકારો આપવામાં આવ્યા હતા. આઇઓસીનું સત્ર કમિટીના સભ્યો, ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રતિનિધિઓ અને ઓલિમ્પિક ચળવળના અન્ય મુખ્ય હિસ્સેદારોની યજમાની કરશે અને ભારતને આપણી રમતગમતની મહત્વાકાંક્ષા વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.

આ પણ વાંચો: લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

2023 ભારતના ઈતિહાસ માટે ખુબ જ મહત્વનું


નીતા એમ અંબાણી, આઇઓસી સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન તરીકે "એથ્લેટ ફર્સ્ટ" નીતિના મજબૂત હિમાયતી છે અને યુવતીઓ અને મહિલાઓના રમત ગમતક્ષેત્રે પ્રતિનિધિત્વના મજબૂત પ્રોત્સાહક છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બહુવિધ “ગ્રાસરૂટ ટુ એલિટ” રમતોના વિકાસ કાર્યક્રમો થકી હંમેશા યુવતીઓ અને મહિલા રમતવીરોની ભાગીદારી તથા સફળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રમતવીરો માટે વિશ્વ-કક્ષાના અનુભવો અને સુવિધાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: India in Olympics, Neeta Ambani, Olympic Games, નીતા અંબાણી

विज्ञापन
विज्ञापन