Home /News /ahmedabad /સ્ટેટ જીએસટી, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન, 205 સ્થળ પર તપાસ હાથ ધરાઈ

સ્ટેટ જીએસટી, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન, 205 સ્થળ પર તપાસ હાથ ધરાઈ

205 સ્થળ પર તપાસ હાથ ધરાઈ

Ahmedabad: અમદાવાદ સ્ટેટ જીએસટીએ આજે વહેલી સવારથી જ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદ સ્ટેટ જીએસટીએ આજે વહેલી સવારથી જ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 91 વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ છે.

સીસ્ટમ આધારિત ડેટા એનાલિસીસ કરવામાં આવ્યું


સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સીસ્ટમ આધારિત ડેટા એનાલિસીસ કરવામાં આવે છે. આ અનાલિસીસથી બોગસ બિલિંગ અને કરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય છે. આ લીડના આધારે સ્ટેટ જીએસટી વિભાગ, ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ બિલિંગની પ્રવૃત્તિને ડામવા માટે રાજ્ય વ્યાપી સંયુક્ત ઓપરેશન આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં 115 જેટલી પેઢી ઓના 205 સ્થળો પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર બનશે સત્તાવાર રીતે ભારતીય! પ્રક્રિયા શરૂ કરી પોતે જાણકારી આપી

અત્યાર સુધીમાં 91 વ્યક્તિઓ મળી આવ્યા


સ્ટેટ જીએસટીના આ સંયુક્ત ઓપરેશનને જીએસટી વિભાગના 12 જેટલા નાયબ કમિશ્નરો અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. જ્યારે આ સમગ્ર ઓપરેશનમાં સ્ટેટ જીએસટી વિભાગની 90 જેટલી ટીમો કાર્યરત છે. સંયુક્ત ઓપરેશનની આ કાર્યવાહી અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર ખાતે હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 91 વ્યક્તિઓ મળી આવેલ છે.

જીએસટી વિભાગે શરૂ કરી પ્રાથમિક તપાસ


ઉલ્લેખનીય છે કે, હાલમાં આ તમામ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બોગસ પેઢીઓમાંથી સ્ક્રેપ, મેટલ, કેમીકલ અને સળીયા જેવી કોમોડીટીના બીલો ખોટી વેરાશાખ પાસ ઓન કરવાનાં આશયથી ઇશ્યું કરવામાં આવેલ છે. હજી પણ આ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. તેમજ કામગીરી દરમિયાન અન્ય બોગસ પેઢીઓ તથા તેમના ઓપરેટર મળી આવવાની સંભાવના છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime branch, Gujarat ATS, ગુજરાત, દરોડા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन