અમદાવાદ (Ahmedabad)ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ (Sanand)માં એક હત્યા (Murder)નો બનાવ સામે આવ્યો છે. મહત્ત્વની વાત છે કે હત્યા કરનાર આરોપી મૃતક મહિલાનો પતિ (Husband Killed Wife) હતો. આરોપીએ પત્નીની હત્યા (Sanand Murder) કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થઈ હત્યાની કબુલાત કરી લીધી છે. આરોપી પોલીસ સ્ટેશનમાં આવતા જ તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ પોલીસની ટીમ ઘરે પહોંચતા મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે લાશનું પીએમ કરવાની અને ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો સાણંદના શ્યામ હિલ ફ્લેટમાં રહેતા અશોક રાણા સ્ટુડિયો ચલાવવાનું કામ કરે છે અને લગ્ન દરમિયાન બે બાળકો પણ છે. બંને બાળકો 18 અને 22 વર્ષનો હોવાનું સામે આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અશોકની તેમની પત્ની સાથે માથાકૂટ થતી હતી. અશોકને પત્ની ડિમ્પલના ચારિત્ર્ય ઉપર શંકા હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. જોકે આજરોજ એટલે કે 9 ઓગસ્ટના રોજ આરોપી અશોકે મોડી સાંજે ઘરમાં પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. અશોકે નાડુ વડે હત્યા કરી હોવાનુ સામે આવી રહ્યું છે.
મહત્ત્વનું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હત્યાની કબૂલાત કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી પતિ સામે ફરિયાદ દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે અને હાલ આરોપી પોલીસે ગીરફ્તમાં છે અને ફરિયાદ બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે જે રીતે આરોપી હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. જેથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે પોલીસનું કેહવુ છે કે આજુબાજુના લોકોનું કહેવુ છે કે મહિલા ધાર્મિક હતા પરંતુ આ ઘટના બની છે તે દુઃખદ છે. હવે હકીકત શું છે તે તપાસ બાદ બહાર આવશે.