Home /News /ahmedabad /Ahmedabad: GTUના પ્રોફેસરે પ્લાસ્ટિક બાબતે કર્યું આવુ સંશોધન: તેમના સંશોધન વિશે દરેકે જાણવું જરૂરી

Ahmedabad: GTUના પ્રોફેસરે પ્લાસ્ટિક બાબતે કર્યું આવુ સંશોધન: તેમના સંશોધન વિશે દરેકે જાણવું જરૂરી

X
ફાર્મા

ફાર્મા પેકેજીંગનું પ્લાસ્ટિક સમયાંતરે પ્રોડક્ટમાં ભળી જવા અંગેનું સંશોધન

અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પ્લાસ્ટિક બાબતનાં સંશોધનને પેટન્ટ મળી છે.GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના પ્રોફેસરે પોતાના સંશોધન અંગેની પેટન્ટને ભારત સરકારે પેટન્ટની મંજૂરી આપી.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પ્લાસ્ટિક બાબતનાં સંશોધનને પેટન્ટ મળી છે, આ સંશોધન માટે GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના પ્રોફેસરે પોતાના સંશોધન અંગેની પેટન્ટને (Patent) ભારત સરકાર દ્વારા મંજૂર પણ કરવામાં આવી છે.

પ્લાસ્ટિકનો નહિવત્ ઉપયોગ કરવો તે દરેકની મૂળભૂત ફરજ

કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single used Plastic) પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આપણે પણ પર્યાવરણની ઈકોસિસ્ટમને (Ecosystem) જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો નહિવત્ ઉપયોગ કરવો તે દરેકની મૂળભૂત ફરજ છે. આવામાં અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ વ્યવહારિક જીવનમાં પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા અનેક પ્રકારનાં રિસર્ચ અને ઇનોવેશન (Research and Innovation) કર્યા છે.

ફાર્મા પેકેજીંગનું પ્લાસ્ટિક સમયાંતરે પ્રોડક્ટમાં ભળી જવા અંગેનું સંશોધન

ત્યારે ફાર્મા પ્રોડક્ટમાં (Pharma Product) ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અંગે GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડો. કશ્યપ ઠુમ્મરે એક અનોખુ સંશોધન કર્યું છે. આ માટે ભારત સરકારે આ સંશોધનની પેટન્ટને 20 વર્ષ માટે મંજૂરી આપી છે. પ્રોફેસર ઠુમ્મરે આ પ્રોડક્ટ GTU ના કુલપતિ ડો. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. જેમાં ફાર્મા પ્રોડક્ટની પેકેજીંગમાં (Packaging) વપરાતા પ્લાસ્ટિક સમયાંતરે આ પ્રોડક્ટમાં (Product) પ્લાસ્ટિક ભળી જવા અંગેનું તેમનું સંશોધન છે.

આ પણ વાંચો : ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થશે આ રીતે! ડોક્ટરે કહ્યું આવું

ડો. કશ્યપ ઠુમ્મરે જણાવ્યું હતું કે ફાર્મા પ્રોડક્ટના પેકેજીંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી (Container) પ્રોડક્ટમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઇ પર્ફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેકનિક દ્વારા શોધવામાં આવ્યું છે. તેના ગ્લોબલ (Global) રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો પ્લાસ્ટિક દ્વારા વિવિધ આડઅસરો જોવા મળે છે. જેમાં હોર્મોનનું (Hormone) અસંતુલન, નપુસંકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.

ભારત સરકારે 20 વર્ષ માટે આપી આ પેટન્ટની મંજૂરી

પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટ્સ સંશોધન (Research) પર ડો. કશ્યપ ઠુમ્મરે વધુમાં ઉમેર્યું હતું કે ફાર્મા પ્રોડક્ટ્સના પેકેજીંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટ્સ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દવાનું (Medicine) પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો તે પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટ્સમાં સમયાંતરે ભળી જાય છે. જો આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણા આરોગ્ય (Health) માટે નુકસાનકારક સાબિત થાય છે.

આ સંશોધન દ્વારા સરળ, ઝડપી અને ઓછા ખર્ચે પ્રોડક્ટ્સમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનિકથી (Technique) જાણી શકાય છે. આ રિસર્ચ કરવા બદલ ડો. ઠુમ્મર અને GTU ના કુલપતિને જર્મની (Germany) દ્વારા આમંત્રણ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Plastic free, Single Use plastic, અમદાવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો