Home /News /ahmedabad /

કૂતરાને માર મારવાની બબાલમાં યુવતીની છેડતી કરી માર માર્યો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

કૂતરાને માર મારવાની બબાલમાં યુવતીની છેડતી કરી માર માર્યો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

નવા વાડજ વિસ્તાર (Navavadaj Area) માં રહેતી એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશન (Vadaj Police Station)માં ફરિયાદ દાખલ કરાવી છે કે 10મી ઓગસ્ટના દિવસે તેમની ચાલીમાં સલીમ નામના યુવકને શ્વાન કરડતાં તે પાઇપ લઈને શ્વાન ને મારતો હતો.

અમદાવાદ: શ્વાનને મારવાની બાબતમાં લઈને થયેલ ઝઘડામાં યુવતીની છેડતી (Girl molestation)નો બનાવ સામે આવ્યો છે. જો કે છેડતી બાદ યુવતી અને તેના પરિવારજનો સાથે બોલાચાલી અને ઝઘડો કરીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન (Navavadaj Police Station) પહોંચ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નવા વાડજ વિસ્તાર (Navavadaj Area) માં રહેતી એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશન (Vadaj Police Station)માં ફરિયાદ દાખલ કરાવી છે કે 10મી ઓગસ્ટના દિવસે તેમની ચાલીમાં સલીમ નામના યુવકને શ્વાન કરડતાં તે પાઇપ લઈને શ્વાન ને મારતો હતો. જોકે ફરિયાદીના જેઠ શ્વાનને મારવાની ના પાડતા સલીમ ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય એક યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જેઓ બોલાચાલી ઝઘડો કરવા લાગ્યાં હતાં. જો કે વધુ ઝઘડો ના થાય તે માટે ફરિયાદીએ તેના પતિ, જેઠ અને મામા સસરાને તેમના સગાને ત્યાં મોકલી દીધા હતા. જેના પછી 11મી તારીખે ફરિયાદીના જેઠ ઘરે આવતાં ચાલીના યુવકો સમાધાન માટેની વાત કરીને જતા રહ્યા હતા.

આ પણ વાંચો- પતિએ ફોન પર પત્નીને એવી વાત કહી કે પરિણીતાએ ભર્યું ભયાનક પગલું

જો કે રક્ષાબંધનનો તહેવાર હોવાથી ફરિયાદી તેમના પરિવારજનો સાથે બેઠા હતા. ત્યારે ભાભી નામનો યુવક અને અન્ય એક યુવક ત્યાં આવ્યા હતા. અને ફરિયાદીના મામા સસરાની દીકરીને મસ્ત માલ, ફટકો લાગે તેમ કહીને હસી મજાક ઉડાવવા લાગ્યા હતા.

આ પણ વાંચો- પરિણીતાએ સતત છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસરિયાંઓ ગિન્નાયા અને...

જો કે આ બંને યુવકોને મશ્કરી કરવાની ના પાડતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને બીભત્સ શબ્દો બોલીને બોલાચાલી કરી ઝઘડો કરી મારામારી કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन