Home /News /ahmedabad /મકાન ભાડે અપાવવાના બહાને યુવતી સાથે થઈ છેતરપિંડી, મામલો પોલીસ મથકે પહોચ્યો

મકાન ભાડે અપાવવાના બહાને યુવતી સાથે થઈ છેતરપિંડી, મામલો પોલીસ મથકે પહોચ્યો

મામલો પોલીસ મથકે પહોચ્યો

Ahmedabad Crime News: અમદાલાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં છેતરપિંડીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. ભાડે મકાન લેવા માટે ઇચ્છુક યુવતીએ ઓનલાઇન સર્ચ કરીને કોન્ટેક્ટ કરતા ગઠિયાએ એડવાન્સના બહાને રૂપીયા બે હજાર પડાવી લીધા.

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં છેતરપિંડીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. ભાડે મકાન લેવા માટે ઇચ્છુક યુવતીએ ઓનલાઇન સર્ચ કરીને કોન્ટેક્ટ કરતા ગઠિયાએ એડવાન્સના બહાને રૂપીયા બે હજાર પડાવી લીધા. જો કે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન દ્વારા અત્યારે છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી


ઘાટલોડિયા વિસ્તારમાં રેહતી અને મેડીકલ લેબ ટેકનીશીયનનો અભ્યાસ કરતી નૈયા મોદી નામની યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. નૈયા મોદી હાલ જે મકાનમાં ભાડે રહે છે તે મકાન ખાલી કરવાનું હોવાથી તેણે બીજુ મકાન શોધવા માટે ગુગલ પર સર્ચ કર્યું હતું. જેમાં તેમને હાઉસીંગ ડોટ કોમ નામની લીંક મળી હતી. જેમાં ફોર રેન્ટ ઇન નારણપુરા અને ભાડુ લખેલ એક પોસ્ટ મળી આવી હતી. જે પોસ્ટમાં આપેલ સંપર્ક નંબર પર ફરિયાદીએ તેની સાથે રહેતી યુવતીના મોબાઇલ નંબર પરથી સંપર્ક કરતાં યુવકએ મીઠાખળી બાજુ મકાન હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

યુવતી સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી


આ બાદ ગાઠિયાએ જો મકાન જોવું હોય તો પહેલા રૂપીયા એક હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ આ ગઠિયાએ આપેલ ક્યુઆર કોડ પર એક હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં. જો કે બાદમાં ફરિયાદીએ મકાન જોવા માટે ફોન કરતાં આ ગઠિયાએ પોતે બહાર હોવાનું કહીને તેનો માણસ મકાન બતાવવા માટે આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ આ પહેલા તેમણે એડવાન્સ એક ભાડા પેટે રૂપીયા 6,200 ચુકવવા માટે કહ્યું હતું. જો કે ફરિયાદીએ ના પાડતા ગઠિયાએ એક હજાર રૂપીયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું. જેથી ફરિયાદીએ બીજા એક હજાર રૂપીયા ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતાં.

જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોની નામના આરોપીની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, આ બાદ ગઠિયો મકાન બતાવવા માટે અલગ અલગ બહાના બતાવતો હતો. જો કે ફરિયાદીએ રૂપીયા પરત માંગતા તેણે મકાન જોવા માટે આવો ત્યારે પૈસા પરત આપી દેવા માટે કહ્યું હતું. પરંતુ પૈસા પરત નહીં આપીને મોબાઇલ નંબર બ્લોક કરી દેતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ કરતાં બાપુનગરના જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસએ આરોપીની પૂછપરછ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ પાસેથી આ રીતે પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Online fraud, છેતરપિંડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन