મૂળ જમ્મુ કાશ્મીરનો યુવક એજાઝ નાઈક વર્ષ 2018 માં રાજસ્થાનનાં જયપુરમાં આવેલી જ્ઞાનવિહાર યુનિવર્સિટીમાં બી ફાર્મામાં અભ્યાસ કરતો હતો. તે સમયે આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી.
અમદાવાદ: શહેર (Ahmedabad)ના સોલા વિસ્તાર (Sola Area)માં એક યુવતીને સાથે અભ્યાસ કરતા યુવક સાથે મિત્રતા કેળવીને શારીરિક સંબંધ (Rape) બાંધવો મુશ્કેલ પડ્યું છે. એક વખત ગર્ભપાત (Abortion) કરાવ્યા બાદ યુવતી ફરીથી ગર્ભવતી (pregnant) બનતા આરોપી યુવકે ફરી ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. જો કે યુવતીએ ગર્ભપાત કરાવવાની ના પાડતા અંતે યુવક યુવતીને તરછોડી જતો રહ્યો છે. જે અંગે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
મૂળ જમ્મુ કાશ્મીરનો યુવક એજાઝ નાઈક વર્ષ 2018 માં રાજસ્થાનનાં જયપુરમાં આવેલી જ્ઞાનવિહાર યુનિવર્સિટીમાં બી ફાર્મામાં અભ્યાસ કરતો હતો. તે સમયે આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. જે મિત્રતા પ્રેમમાં પરિણમતા બન્ને એ એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યાં 3 વર્ષથી વધુ સમય સાથે રહ્યા હતા. જે દરમિયાન યુવતીને ગર્ભ રહી જતા બન્નેની મરજીથી ગર્ભપાત કરાવ્યો હતો.
કેટલાક સમય પહેલા ફરિયાદી યુવતીએ પ્રેમી સાથે અમદાવાદમાં રહેવા આવી હતી અને સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. યુવતી અને પ્રેમી ખાનગી કંપનીમાં નોકરી પણ કરતા હતા. જે દરમિયાન ફરિયાદી યુવતીને ફરીવાર ગર્ભ રહી જતા તેણે આ બાબતની જાણ પ્રેમીને કરી હતી. જેથી પ્રેમી એ યુવતીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. જો કે યુવતીને આ વખતે બાળકને જન્મ આપવા માંગતી હોવાથી તેણે ગર્ભપાત કરાવવાની મનાઈ કરતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જે તકરાર બાદ આરોપી પ્રેમી અચાનક જ યુવકીને મુકીને ભાગી જતા સોલા પોલીસ સ્ટેશન માં યુવક ગુમ થયો હોવાની જાણવાજોગ પણ નોંધાઈ હતી.
મહત્વનું છે કે પ્રેમસંબંધ બાંધી 4 વર્ષ સુધી યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી જ્યારે યુવતીએ ગર્ભ રાખવાનું કહેતા આરોપી પ્રેમી ફરાર થઈ ગયો હતો. આમ લવ સેક્સ ઓર ધોખા જેવી સ્થિતી સર્જાઈ છે. આ અંગે યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.