Home /News /ahmedabad /કિશોરો સાથે મળી પોલીસને હંફાવતી ટોળકી હિરાસતમાં, અનેક ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત

કિશોરો સાથે મળી પોલીસને હંફાવતી ટોળકી હિરાસતમાં, અનેક ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત

પોલીસને હંફાવતી ટોળકી હિરાસતમાં

Nikol police: અમદાવાદની નિકોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી ,લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને અંજામ આપનાર એક ગેંગને  ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

અમદાવાદ: અમદાવાદની નિકોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી ,લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને અંજામ આપનાર એક ગેંગને  ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે, આ ગેંગમાં કુલ છ લોકો છે જેમાં બે કિશોર પણ સામેલ છે. આ તમામ લોકો ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આરોપીઓએ એક ગુનાઓની કબુલાત કરી


નિકોલ પોલીસને માહિતી મળી હતી કે, નિકોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના આરોપીઓ નીકળવાના છે જે બાતમીને આધારે પોલીસે તમામ લોકોને પકડીને વધુ પૂછપરછ શરૂ કરી હતી. આ સાથે જ આરોપીઓએ એક ગુનાઓની કબુલાત પણ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ ગુનાઓનો મુદ્દામાલ પણ કબજે કર્યા છે. મોટાભાગના આરોપીઓ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની સૌથી મોટી વિધાનસભા બેઠક ચોર્યાસીના કાર્યકર્તાઓમાં રોષ

ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો


પોલીસ દ્વારા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ નરોડા, નિકોલ, ડભોડા,ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 થી વધુ ગુનાઓને અંજામ આપ્યા છે. જેમાં લુંટ, ચોરી અને ધાડ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે અર્જુન રાઠોડ, સંજુ ગોહેલ, સૂરજ વિશ્વકર્મા, અનિકેત દિવાકર અને તેમની સાથે અન્ય 2 કિશોરને પકડી પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી


નોંધનીય છે કે, આ તમામ આરોપીઓ સામે આગાઉ પણ અનેક ગુનાઓ નોધાઇ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધા કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે, આ લોકોની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ? તેની સાથે આ લોકોઅન્ય કોઈ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે કે કેમ? આ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપીઓ ના રિમાન્ડ મેળવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन