Home /News /ahmedabad /અમદાવાદ સહિત અન્ય જીલ્લાઓમાં લૂંટ કરતી અલગ-અલગ રાજ્યોના 4 આરોપીઓની ગેંગ ઝડપાઇ

અમદાવાદ સહિત અન્ય જીલ્લાઓમાં લૂંટ કરતી અલગ-અલગ રાજ્યોના 4 આરોપીઓની ગેંગ ઝડપાઇ

પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: પકડાયેલા આરોપીઓ રાત્રિના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ-અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન સાથે ટક્કર મારીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા.

અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ રાત્રિના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ-અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન સાથે ટક્કર મારીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો- JEE એડવાન્સનું પરિણામ જાહેર: અમદાવાદની તનિષ્કા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને

પકડાયેલા આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો- અમિત શાહના હસ્તે હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન સોમનાથના દરિયા કિનારા પર કરાયું

આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે.આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन