Home /News /ahmedabad /

Ahmedabad Crime: અમદાવાદમાં હોટેલમાંથી નીકળતા કપલને પકડી તોડ કરતી ગેંગ ઝડપાઇ

Ahmedabad Crime: અમદાવાદમાં હોટેલમાંથી નીકળતા કપલને પકડી તોડ કરતી ગેંગ ઝડપાઇ

આરોપીઓની મેઘાણીનગરના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ પણ ખુલી શકે છે.

રામોલ વિસ્તારમાં બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. આ 3 આરોપીઓ પ્લાન મુજબ કપલને ટાર્ગેટ કરી પકડીને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા.

અમદાવાદ શહેર (Ahmedabad City)માં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસ (Fake Police)નો ત્રાસ વધી ગયો છે અને જેને લઇ આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ અવારનવાર નકલી પોલીસ (Fake Police Gang)ના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવામાં આવીજ એક ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને જેની પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. રામોલ વિસ્તારમાં બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 3 આરોપીઓ પ્લાન મુજબ ટાર્ગેટ કરી કપલને પકડીને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા.

મળતી માહિતી પ્રમાણે ગત 12 જુલાઈના રોજ વિરાટનગરમાંથી એક વ્યક્તિ હોટેલમાં નીકળેલ અને જેને પોતાની સાથે રહેલ મહિલાને બાઈકમાં બેસાડી જઈ રહેલ તે સમયે આરોપી યાશીન કુરેશી અને સરફરાઝ એક બાઈક ઉપર અને સાનું અન્ય બાઈક પર ફરિયાદીનો પીછો કર્યો હતો. આરોપીઓ મેમ્કો ચાર રસ્તા પાસે ફરિયાદી પોતાના સ્ત્રી મિત્રને ઉતારી દીધા હતા ત્યાર બાદ રામેશ્વર ચાર રસ્તા પાસે આરોપીઓ ફરિયાદીને રોકી અને બીજાની સ્ત્રીઓને લઈ ફરે છે તને પૂરી દેવો પડશે અને પોલીસમાં છીએ એમ કહીને તેમની પાસે થી 5000 રૂપિયા લઈ ATMમાં જઈ વધુ 20,000 અને 15,000 રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચો- છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ અમદાવાદનો વિદ્યાર્થી CM તરીકે પસંદગી પામ્યો

ત્યાર બાદ ફરિયાદીએ ફરિયાદ આપતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યાશિન ખુબજ રીઢો ગુનેગાર છે અને છેલ્લા દોઢ મહિનામાં શહેરમાં 10 જેટલા નકલી પોલીસ બનીને લુંટ કરી હોવાનુ સામે આવ્યું છે. તેની સાથેના અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે લોકો પણ અન્ય ગુનાઓ કર્યાની કબૂલાત કરી છે. હાલમાં મેઘાણીનગરના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ પણ ખુલી શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Gujarati news, Latest Ahmedabad Crime news, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन