Home /News /ahmedabad /અમદાવાદમાં ફોરેન જવાની ફાઈલમાં ખૂટતા ફેક ડોક્યુમેન્ટ બનાવવાની આખી ફેકટરી ઝડપાઇ

અમદાવાદમાં ફોરેન જવાની ફાઈલમાં ખૂટતા ફેક ડોક્યુમેન્ટ બનાવવાની આખી ફેકટરી ઝડપાઇ

આરોપીઓ અનેક વર્ષોથી આ નકલી ડોક્યુમેન્ટ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા.

Ahmedabad Visa Scam: આરોપીઓએ અત્યાર સુધીમાં અનેક લોકોને વિદેશ મોકલ્યા જે તમામ લોકો મોટાભાગે પટેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી તેના બે પુત્રો અને ભત્રીજાને પણ સાથે રાખતો હતો. પોલીસને 5 લાખ રોકડા અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાંથી વિઝા માટે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈપણ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચએ નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરીને 8,50,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિઝા માટેના બનાવટી એક બે ડોક્યુમેન્ટ બનાવવાના કિસ્સા સામે આવ્યા છે પણ હવે આવા ફેક દસ્તાવેજો બનાવતી ફેકટરી ઝડપાઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ધંધો ચાલતો હતો. જેમાં એક ફાઇલના રૂપિયા 20 લાખ વસૂલાતા હતા. એજન્ટો મારફતે આરોપીઓને કામ મળતું હતું, જેમાં એજન્ટોનું પણ કમિશન રહેતું હતું. અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી બનતા જોયા હશે પરંતુ આજે એક બે નહિ પરંતુ 100 જેટલા અલગ-અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી સૂર્ય પ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને એઓસજી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપીઓ અનેક વર્ષોથી આ નકલી ડોક્યુમેન્ટ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. પણ પોલીસના હાથે ઝડપાતા નહોતા. આખરે બાતમી મળતા જ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી આ માસ્ટરોને ઝડપી પાડ્યા હતા.

વિદેશ જવાની ઘેલછામાં લોકો પોતાનું આખું જીવન બરબાદ કરી મુકતા હોય છે. ખોટા દસ્તાવેજો હોવાના કારણે થઈને ઘણા એવા કિસ્સા બન્યા છે. જેમાં વિદેશના એરપોર્ટ પરથી જ વ્યક્તિએ પાછા આવવું પડ્યું હોય કારણ કે બનાવટી દસ્તાવેજના આધારે વિઝા મેળવ્યા હોય જેના લીધે આવા વિઝા લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર ભાંડો ફૂટી જતો હોય છે. અને આવા સમયે વિદેશમાં જવાનું સપનું એક સપનું જ બની ને રહી જતું હોય છે. આરોપીઓને જે જગ્યાએથી પકડયા ત્યાંથી 200 જેટલા સરપંચ, તલાટી, બેન્ક અને કોર્પોરેશનના સ્ટેમ્પ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી

કહેવાય છે કે તમામ સરકારી કચેરીના સ્ટેમ્પ આ આરોપીઓ પાસે હતા. પહેલા આરોપીઓ નાના કામ કરતા હતા પણ ચારેક વર્ષથી મહિનાના અનેક કામ હાથમાં લઈ કરોડો રુપિયા કમાઈ બેઠા છે. આરોપીઓ બેન્ક સ્ટેટમેન્ટ, જન્મ દાખલો સહિતના જે જોઈએ તે ફોક્યુમેન્ટ બનાવવા માટે આ ફેકટરી બનાવી બેઠા હોવાનું સામે આવ્યું છે. જે સરકારી કચેરીમાં પોતાના સિક્કા નહિ હોય તે તમામ સિક્કા અને ડોક્યુમેન્ટ આરોપીઓ પાસે હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં અનેક લોકોને વિદેશ મોકલ્યા જે તમામ લોકો મોટાભાગે પટેલ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- રાજકોટમાં પોલીસ જવાને ઝેરી દવા પી કર્યો આપઘાત, હોસ્પિટલના બીછાને તોડ્યો દમ

આરોપી તેના બે પુત્રો અને ભત્રીજાને પણ સાથે રાખતો હતો. પોલીસને 5 લાખ રોકડા અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે. જેને ટેક્નિકલ ઢબે તપાસવામાં આવશે. તમામ ખૂટતા ડોક્યુમેન્ટ બનાવનાર આ ગેંગ અત્યારસુધી 40 લોકોને ફાઇલ બનાવી આપી હોવાની કબૂલાત કરે છે પણ વિદેશ ગયા લોકોનો આંકડો વધી શકે છે. અને એક ફાઇલના 20 લાખ લેનાર આ ટોળકી કરોડો રૂપિયા પણ કમાઈ ચુકી છે. ત્યારે આવનારા નજીકના સમયમાં આરોપીઓની મેરેથોન પૂછપરછ હાથ ધરાશે અને હજી પણ અન્ય કેટલા માથા સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन