Home /News /ahmedabad /અમદાવાદઃ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ નશામાં ધૂત શખ્સે કર્યું તોફાન, હોમગાર્ડ જવાનને મારી લાકડી

અમદાવાદઃ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ નશામાં ધૂત શખ્સે કર્યું તોફાન, હોમગાર્ડ જવાનને મારી લાકડી

આરોપીએ જવાનને લાકડીનો ફટકો માર્યો

પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવતા જ આરોપીએ તોફાન મચાવ્યું હતું. જવાનના હાથમાં રહેલી લાઠી પણ ઝુંટવી આડેધડ ફેરવવા લાગ્યો. આરોપીએ જવાનને લાકડીનો ફટકો માર્યો.

અમદાવાદઃ જમાલપુર વિસ્તારમાં બબાલ થઇ હોવાનો મેસેજ મળતા ગાયકવાડ હવેલી પોલીસની ગાડી ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા એક માતાએ કહ્યું કે, તેમનો પુત્ર નશાની હાલતમાં તેમની સાથે બબાલ કરી માર મારે છે. જેથી પોલીસ તેને ઉઠાવી લાવી હતી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પહોંચતા જ આરોપીએ તોફાન મચાવવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં એક હોમગાર્ડ જવાનની લાકડી ઝૂંટવી તેને માર મારતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવતા જ આરોપીએ તોફાન મચાવ્યું હતું

જમાલપુરમાં રહેતા શાહરૂખખાન પઠાણ વર્ષ 2017થી હોમગાર્ડ ડિવિઝન 12 કંપની નં 3માં ભરતી થયા હતા. તેમની નિમણૂક વર્ષ 2018માં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે થઇ હતી. ગઇકાલે તેમને પીએસઓ તરફથી ડીસ્ટાફ ખાતે મદદમાં નોકરી ફાળવી હતી. આ દરમિયાન રાત્રે મોબાઇલ ગાડીને કંટ્રોલરૂમ તરફથી સિંધીવાડ જમાલપુર ખાતે બબાલ થઇ હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી પોલીસ તે જગ્યાએ પર ગઇ ત્યારે આ હોમગાર્ડ જવાન પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જતા સામે આવ્યું કે, આકીબ મેમણ નામનો શખ્સ નશાની હાલતમાં તેની માતાને માર મારતો હતો અને બબાલ કરતો હતો. જેથી પોલીસ આ શખ્સને ઉઠાવી ગાડીમાં લઇ પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવતા જ આરોપીએ તોફાન મચાવ્યું હતું.

આ પણ વાંચો: પત્નીએ કરેલી બેવફાઇનો બદલો લેવા પતિએ સાત વર્ષ પછી પ્રેમી પર કર્યું ફાયરિંગ

આરોપીએ જવાનને લાકડીનો ફટકો મારી દીધો હતો

આ હોમગાર્ડ જવાન ગાડીમાંથી ઉતર્યો ત્યારે આ આકીબ તેને ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની જવાને ના પાડતા તેણે ઝપાઝપી શરૂ કરી હતી. જવાનના હાથમાં રહેલી લાઠી પણ તેણે ઝુંટવી લીધી અને આડેધડ ફેરવવા લાગ્યો હતો. બાદમાં આરોપીએ જવાનને લાકડીનો ફટકો મારી દીધો હતો. આસપાસના લોકો ભેગા થઇ ગયા અને વધુ મારમાંથી આ જવાનને મુક્ત કરાવ્યો હતો. બાદમાં જવાનને ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં હોમગાર્ડ જવાને આ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા હવેલી પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन