Home /News /ahmedabad /Delhi Model: ગુજરાત ભાજપના 17 સભ્યોના ડેલીગેશને દિલ્હી સરકારના મોડલની પોલ ખોલી નાંખી

Delhi Model: ગુજરાત ભાજપના 17 સભ્યોના ડેલીગેશને દિલ્હી સરકારના મોડલની પોલ ખોલી નાંખી

દિલ્હીની આમ આદમી પાર્ટીની પોલ ખોલ પ્રવાસે ભારતીય જનતા પાર્ટી.

દિલ્હીની આમ આદમી પાર્ટીની પોલ ખોલ પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના સૂત્ર જણાવી રહ્યા છે કે, દિલ્હીની સંજય કોલોની દિલ્હીના મધ્યમવર્ગી અને ગરીબ લોકોના વિસ્તારમાં વીજળી અને પાણીની સમસ્યા તોતિંગ છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP)ની 17 સભ્યોની ટીમ આજે દિલ્હી (Delhi Model)ની અરવિંદ કેજરીવાલ સરકાર (Arvind Kejriwal government)ના દિલ્હી મોડલની પોલ ખોલ તપાસ માટે દિલ્લી પ્રવાસે ગયા છે. જેમાં રમણ વોરા, અમિત ઠાકર, ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા, યગ્નેશ દવે, જ્યોતિબેન સહિત શિક્ષણ વિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત સહિતની ટીમ 2 દિવસીય દિલ્હી પ્રવાસે ગઇ છે. આ ટીમ 2 દિવસ દિલ્હીમાં રોકાણ કરશે. જેમા દિલ્હી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, રોડ રસ્તાઓ અને સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. બે દિવસની દિલ્હી યાત્રા બાદ ગુજરાતમાં દિલ્હીની આપ સરકારની પોલ ખોલશે.

દિલ્હીની આમ આદમી પાર્ટીની પોલ ખોલ પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના સૂત્ર જણાવી રહ્યા છે કે, દિલ્હીની સંજય કોલોની દિલ્હીના મધ્યમવર્ગી અને ગરીબ લોકોના વિસ્તારમાં વીજળી અને પાણીની સમસ્યા તોતિંગ છે. પીવાનું પાણી ચાર દિવસે આવે છે અને એ પણ ગંદુ. ત્યાં જ વીજળીના તારો જોખમી રીતે લોકોના અવરજવરના સ્થળો ઉપર ઝળુંબી રહ્યા છે. 40,000 લોકો પર વીજળી માટે ગર્વ લેતી આમ આદમી પાર્ટીની સરકાર મોતનો ખતરો બની ગઈ મંડરાઇ રહી છે. આમ આદમી પાર્ટીનો પોકળ દાવો છે કે મફત વીજળી અપાય છે વીજ બિલનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે સરેરાશ વીજદર સાડા પાંચ રૂપિયા છે.ગુજરાતના નાગરિકો જે પાણીનો વાપરવામાં પણ ઉપયોગ નથી કરતા એવું ગંદુ પાણી પીવા માટે દિલ્હીની જનતાને મળે છે. ભાજપની કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતનો દિલ્હીની જનતાને લાભ ન મળવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીની સરકાર છે. સમગ્ર દિલ્હીમાં અને સંજય કોલોની વિસ્તારમાં દારૂના અડ્ડાઓની સંખ્યા આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી આઠ ગણી વધી છે. સરકાર દારૂની એક બોટલ સાથે એક બોટલ ફ્રી ની યોજના ચલાવી લોકોને નશાના ભોયરામાં હોમી રહી છ. જે સ્થાનિક ત્રસ્ત ગરીબ નાગરીકનાં વીડિયો નિવેદનમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો- પોરબંદર સહિત ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કાંઠા વિસ્તારની સુરક્ષામાં થશે વધારો

સ્થાનિકોના પુરાવા સાથે જણાવ્યા મુજબ વૃદ્ધ પેન્શન બંધ કરાયું છે સાત વર્ષથી વિસ્તારના રહેવાસીઓને માટે રેશનકાર્ડ પણ બંધ કરાયા છે. શિક્ષણના મોડલ માટે સમગ્ર ભારતમાં પ્રચાર કરતા મહા ઠગ અને તેના પક્ષ આમ આદમી પાર્ટીના લોકો એ પ્રકારે શિક્ષણ માટે દિલ્હી મોડેલની વાત કરે છે. એ દિલ્હીમાં એક પણ નવી કોલેજ છેલ્લા સાત વર્ષમાં નથી બની. જ્યારે આમ આદમી પાર્ટીએ તેના ઘોષણા પત્રમાં જણાવ્યુ હતું કે, નવી કોલેજો બનશે. જે સદંતર જુઠ્ઠું સાબિત થયું છે આ ઉપરાંત દિલ્હીની શાળાઓ માટે સતત ડંફાસ મારી રહેલ આમ આદમીની સરકાર 500 સ્કુલો બનાવવાની વાત કરતી હતી તેમાંની એક પણ સ્કૂલ બની નથી. શાળાઓને કો-એજ્યુકેશનના નામે મર્જ કરી વિદ્યાર્થીઓની હાલાકીમાં આમ આદમી પાર્ટીએ માત્ર વધારો જ નહીં બલ્કે ગંભીર ગુનો આચર્યો છે.

આ પણ વાંચો- કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ, રાજ્યના નેશનલ હાઈવે માટે 3760 કરોડ મંજૂર

આ ઉપરાંત ઈન્દીરા કલ્યાણ વિહાર આ વિસ્તારમાં 40 થી 45000 ગરીબો વસવાટ કરે છે પરંતુ અહીંયા પણ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા બાકીના રાજ્યોને જે પ્રકારે આયુષ્માન યોજના નો લાભ મળે છે આમ આદમી પાર્ટીની રાજકીય કિન્નાખોરીનાં કારણે અહિયા એ લાભ નથી મળી રહ્યો. ભયંકર ગંદકીના કારણે લોકોનો જીવન મુશ્કેલ બન્યું છે. 45000 લોકો વચ્ચે એક પણ મહોલ્લા ક્લિનિક નથી પીવાનું પાણી એક દિવસ છોડી ત્રીજા દિવસે આવે છે ગંદા પાણી અને ગંદકીને પગલે રોગચાળોનો માહોલ જોઈ શકાય છે. શાળામાં છત પણ પતરાની હતી દિવાલો પણ પતરાની હતી ખૂબ જ ગરમી પંખા તૂટેલા બેન્ચીસ તૂટેલી ઈલેક્ટ્રીક ના વાયરસ ખુલ્લા બ્લેક બોર્ડ તથા બારીના કાચના કોઈ ઠેકાણા નહિ.
Published by:rakesh parmar
First published:

Tags: Delhi government, Gujarat BJP, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन