અમદાવાદ : શહેરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ (brother sister Sacred relationship) પર લાંછન લગાવતી ઘટના સામે આવતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિવારની ગેર હાજરીમાં સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ (cousin brother)એ શારિરીક અડપલા (teasing) કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, સગીરાએ પ્રતિકાર કરતા અને પાડોશી જોઈ જતા નરાધમને ધરમાથી કાઢી મુકવામાં આવ્યો. જે અંગે પરિવારે ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે (Ranip Police) પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતરાઈ બહેનની આબરુ લુંટવાનો પ્રયાસ કર્યો છે. જો કે સગીરાએ પ્રતિકાર કરતા આરોપી ગુસ્સે ભરાયો અને ઝઘડો કર્યો હતો. જ્યારે આ બનાવ સમયે પાડોશી મહિલા પણ હાજર હોવાથી તેણે નરાધમને ઘરમાથી કાઢી મુક્યો. જો કે પોલીસ પુછપરછમાં સામે આવ્યુ કે નરાધમ યુવક પ્લાનીંગ સાથે જ સગીરાના ઘરે ગયો હતો. પરંતુ તે તેના કાળા મનસુબામાં સફળ ન રહ્યો અને પોલીસ ગિરફ્તમા આવી ગયો છે.
બનાવની વાત કરીએ તો રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર બેસણા માટે અમદાવાદની બહાર ગયો હતો. તે સમયે પિતરાઈ ભત્રીજાએ અકસ્માત થયો હોવાથી ઘરે આરામ અને જમવા જવાની વાત કરી હતી. જો કે તે સમયે પરિવારની સગીર દિકરી ઘરે એકલી જ હતી. પરંતુ પિતરાઈ ભાઈએ આવેશમાં આવી સગીર બહેનની આબરુ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પરિવારને સાંજે જાણ થતા પોલીસ મથકે પિતરાઈ ભાઈ વિરુધ્ધ જ ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરવામાં આવી.
હાલમાં પોલીસ એ આ અંગે આરોપી ની પૂછપરછ હાથ ધરી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સગીરાની સજાગતાથી ગંભીર બનાવ બનતા અટકી ગયો છે, જો કે બાળકોને એકલા મુકતા માતા પિતા માટે આ કિસ્સો ચેતવણી રૂપ છે.