Home /News /ahmedabad /ACB Trap: વધુ એક લાંચિયો અધિકારી જેલ ભેગા, 1 લાખની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો
ACB Trap: વધુ એક લાંચિયો અધિકારી જેલ ભેગા, 1 લાખની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો
આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ માંગી હતી.
ACB Trap Today in Gujarat: આરોપી દ્વારા રૂપિયા 1 લાખની લાંચ માંગવામાં આવી હતી અને 1 લાખ રૂપિયાની લાંટ સ્વીકારી હતી. આ ગુનો ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં ACB એ લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને જેલ ભેગા કરી રહી છે. 20 સપ્ટેમ્બરના રોજ 4 અધિકારીઓ લાંચ લેતા પકડ્યા ત્યારે વધુ એક અધિકારી બુધવારે લાંચ લેતા ઝડપાઈ ગયો છે. આરોપી વિશાલ રાજકુમાર યાદવ નવસારીમાં વર્ગ-1નો જીલ્લા પુરવઠા અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા પકડી લેવામાં આવ્યો છે. 21 સપ્ટેમ્બરના રોજ આ પ્રકારના ગુનાને અંજામ આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
આરોપી દ્વારા રૂપિયા 1 લાખની લાંચ માંગવામાં આવી હતી અને 1 લાખ રૂપિયાની લાંટ સ્વીકારી હતી. આ ગુનો ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં કરવામાં આવ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો આ કામના ફરીયાદી એલ.ડી.ઓ. (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. 8-9-22 ના રોજ આરોપીએ ફરીયાદીની ટાટા આઇસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ. તે ગાડી રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કરેલ. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી. ત્યારબાદ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. જોકે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
ફરીયાદના આધારે આજે એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરતા આ આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો હતો. આરોપી રાજકુમાર યાદવને એસીબી એ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં જેટલા કેસો કરવામાં આવ્યો છે જેમાં અલગ-અલગ વિભાગના અધિકારીઓને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.