Home /News /ahmedabad /સંતાન ન થતા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી, ફોન પર જ આપી દીધા તલાક
સંતાન ન થતા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી, ફોન પર જ આપી દીધા તલાક
પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો
Ahmedabad Crime News: લગ્નના 10 વર્ષ બાદ પણ સંતાન ન થતા પતિ સહિત સાસરીયાવાળોઓ યુવતીને ત્રાસ આપી કાઢી મુકી હતી. યુવતી પિયરમાં રહેતી હતી ત્યારે પતિએ ફોન પર જ ત્રિપલ તલાક આપી દીધા હતા.
અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન ઉત્તર પ્રદેશના યુવક સાથે થયા હતા. યુવતીને પિયરમાંથી આપેલા દાગીના પણ સાસરીયાએ વેચી નાંખ્યા હતા. એટલું જ નહીં લગ્નના 10 વર્ષ બાદ પણ સંતાન ન થતા પતિ સહિત સાસરીયાવાળોઓ યુવતીને ત્રાસ આપી કાઢી મુકી હતી. યુવતી પિયરમાં રહેતી હતી ત્યારે પતિએ ફોન પર જ ત્રિપલ તલાક આપી દીધા હતા. જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
સાસરિયા વાળાએ દાગીના વેચી નાંખ્યા
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન દસ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક યુવક સાથે થયા હતાં. લગ્ન સમયે માતા-પિતાએ યથાશક્તિ મુજબ કરિયાવર આપ્યું હતું. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે ગોમતીપુર વિસ્તારમાં રહેતી હતી. અને અવાર નવાર ઉત્તરપ્રદેશ સાસરીમાં રહેવા માટે જતી હતી. ત્યારે જેઠ, જેઠાણી અને નણંદએ તેના પિયરમાંથી આપેલ કરિયાવરના દાગીના વેચી નાંખ્યા હતા.
જો કે દાગીના બાબતે આ જ્યારે તેના પતિને પૂછતી તો તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જ્યારે તે તેના સાસરીએ જતી ત્યારે તેને સાસરિયા સંતાન ન થતા હોવાથી વાંઝણી કહી મહેણા ટોણાં મારતા હતા. ઉપરાંત પતિ પણ આ બાબતે શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. 30 ઓગસ્ટ, 2022ના રોજ પતિએ સંતાન ન હોવા બાબતે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા યુવતી તેના પિયરમાં આવી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન પતિએ યુવતીના ભાઈના મોબાઇલ પર વોટ્સઅપ મેસેજ કરીને રેકોર્ડીગ મોકલેલ જેમાં ‘મેનેં તલ્લાક દીયા.... તલ્લાક દીયા....તલ્લાક દીયા’ કહીને છુટાછેડા આપ્યા હતાં. જો કે ત્યારબાદ તેના સાસરીમાંથી કોઈ તેને લેવા માટે ના આવતા અંતે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.