Home /News /ahmedabad /Ahmedabad Crime: દેવું થઈ જતાં વેપારીએ જાતે જ હાથ અને ગળામાં છરીના ઘા માર્યા, પોલીસને પણ ગોળગોળ ફેરવી
Ahmedabad Crime: દેવું થઈ જતાં વેપારીએ જાતે જ હાથ અને ગળામાં છરીના ઘા માર્યા, પોલીસને પણ ગોળગોળ ફેરવી
આરોપી સુરેશભાઈને વ્યવસાયમાં દેવુ વધી ગયુ હતુ અને તે દેવુ ભરી શકે તેવી કોઈ શક્યતા પણ ન હતી.
હત્યાના પ્રયાસની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. જો કે ફરિયાદી જ ખોટુ બોલતા હોવાનુ સામે આવતા હવે પોલીસએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ (Ahmedabad)ના ઓઢવ વિસ્તારમાં બે દિવસ પહેલા એક વેપારી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 3 યુવકોએ સસ્તા ભાવે માલ કેમ વહેંચો છો તેમ કહી જીવલેણ હુમલો કર્યો હોવાની હકીકત ફરિયાદી એ આપી હતી. જો કે પોલીસે (Odhav Police) આ અંગે તપાસ કરતા હકિકત કઈક અલગ જ સામે આવી છે.
ખરેખરમાં વેપારીએ દેવુ વધી જતા આત્મહત્યાની કોશીશ (Businessman's Suicide Attempt) કરી હોવાની હકીકત સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં આવેલ વાસુદેવ એસ્ટેટ માં ભનસાલી સ્ટિલ એજન્સી ધરાવતા સુરેશ ભનશાલી બે દિવસ પહેલા તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાની ઓફિસના ધાબા પર આવેલ પાણીની ટાંકી પાસે સિગારેટ પી રહ્યા હતા. તે સમયે 3 યુવકોએ આવી સસ્તા ભાવે માલ કેમ વેચો છો, તેમ કહી છરીના ઘા માર્યા હતા. જો કે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પ્રકાર નો કોઈ બનાવ બન્યો ના હતો. ફરિયાદીએ આ ખોટી ફરિયાદ દાખલ કરાવી છે.
ઓઢવ પોલીસે આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેશભાઈને વ્યવસાયમાં દેવુ વધી ગયુ હતુ અને તે દેવુ ભરી શકે તેવી કોઈ શક્યતા પણ ન હતી. જેથી તેમણે જાતે જ છરી વડે હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચાડી આત્મહત્યાની કોશીશ કરી હતી. પરંતુ તેમનો દિકરો આવી જતા તે છરી ધાબા પરથી ફેંકી દઇ હોસ્પિટલ દાખલ થઈ ગયા હતા.
હત્યાના પ્રયાસની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. જો કે ફરિયાદી જ ખોટુ બોલતા હોવાનુ સામે આવતા હવે પોલીસએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.