Home /News /ahmedabad /અમદાવાદના વેપારી પરિવારે દીકરીના જન્મ દિવસની ઉજવણી યાદગાર બનાવી, કર્યું અદ્ભુત કામ

અમદાવાદના વેપારી પરિવારે દીકરીના જન્મ દિવસની ઉજવણી યાદગાર બનાવી, કર્યું અદ્ભુત કામ

આ સોની પરિવારમાં 11 ડિસેમ્બર 2022ના રોજ ચાર્વીનો જન્મ દિવસ હતો.

આ સોની પરિવારમાં 11 ડિસેમ્બર 2022ના રોજ ચાર્વીનો જન્મ દિવસ હતો. જો કે પરિવાર દ્વારા દીકરીના જન્મ દિવસની ઉજવણીનું પ્લાનીંગ એક વર્ષ અગાઉથી જ કરી દીધુ હતુ.

અમદાવાદ: આમ તો કોઈ પણ વ્યક્તિનો જન્મ દિવસ હોય તો તેની ઉજવણી બર્થ ડે પાર્ટી કે ડાન્સ પાર્ટી દ્વારા થતી હોય છે. પરંતુ અમદાવાદના એક પરિવારે પરીવારની દીકરીનો જન્મ દિવસ ખુબ જ અનોખી રીતે ઉજવ્યો છે. એટલુ જ નહિ તેમની આ ઉજવણીએ કંઈ કેટલા લોકોના દિલ જીતી લીધા છે. અને સમાજમાં અન્ય લોકો પણ આ પ્રકારે ઉજવણીના પ્રેરણા લે તેવો અનોખો મેસેજ પ્રસરાવ્યો છે.

કોઈ પણ દીકરીના પિતા માટે તેના જીવનમાં કન્યાદાન કરવું એ તેના જીવનની શ્રેષ્ઠ પળ હોય છે. ત્યારે વાત અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા સોની પરિવારની છે. સૈજપુર વિસ્તારમાં શ્રી અંબિકા જ્વેલર્સ શો રુમના માલિક ગીરીશભાઈ સોની અને ભાવિકભાઈ સોનીએ પરિવારની દીકરી ચાર્વી સોનીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું. દીકરીનો જન્મ દિવસની ઉજવણી યાદગાર રહી જાય અને સાથે સાથે એવી કેટલીય દીકરીઓના પરિવારના આશીર્વાદ દીકરી ચાર્વીને મળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું.



આ સોની પરિવારમાં 11 ડિસેમ્બર 2022ના રોજ ચાર્વીનો જન્મ દિવસ હતો. જો કે પરિવાર દ્વારા દીકરીના જન્મ દિવસની ઉજવણીનું પ્લાનીંગ એક વર્ષ અગાઉથી જ કરી દીધુ હતુ. અને આ આયોજન હતું સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું. આ સમુહ લગ્નમાં એવી દીકરીઓના પરિવારોની પસંદગી કરવામાં આવી હતી. જે આર્થિક રીતે અશક્ત હોય. અને આવી 25 દીકરીઓના સમુહ લગ્ન આ પરિવારે કરાવ્યા છે. આ સોની પરિવારની સાથે આ શુભ કાર્યમાં પાંડે પરિવાર પણ જોડાયો હતો.

ગીરીશભાઈ સોનીની સાથે મંગેશભાઈ રામુજીભાઈ પાંડેએ પણ આ સામાજિક કાર્યમાં જોડાયા હતા. આ પ્રસંગ અંગે શ્રી અંબીકા જવેલર્સના માલિક ગીરીશભાઈ સોની જણાવે છે કે હાલની મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો દીકરીનો પ્રસંગ કેવી રીતે પાર પાડે તે વિચારવું જ અઘરુ થઈ ગયું છે. તેવામાં અમે સમાજમાં ગરીબ  પરીવારની દીકરીઓનું કન્યાદાન કરવાનુ કામ માથે ઉપાડ્યું હતું. એક વર્ષ અગાઉથી આ સમુહ લગ્ન માટે રજીસ્ટ્રેશન શરુ કર્યું હતું.

આ પણ વાંચો: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દુબઇના પ્રેમીને મળવા યુવતીએ કરી નાંખ્યો મોટો કાંડ

એક સાથે 25 દીકરીઓના સમુહ લગ્ન જેમાં આ પરિવાર પાસેથી કોઈ પણ ખર્ચ લીધા વગર તેમનો પ્રસંગ પાર  પાડવાનો હતો. સમુહ લગ્ન માટે લગ્નના મંડપથી માંડીને 25 ચોરીઓ, જમણવાર, ડી.જે.  તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલુ જ નહિ આ આખોય પ્રસંગ પાર પાડવા માટે લગ્ન સ્થળની વ્યવસ્થા પણ આ વેપારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.  મહત્વનું છે કે આ સર્વજ્ઞાતિ સમુહ લગ્નની સાથે વધુ એક આયોજન બ્લડ ડોનેશનનું કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન કરનાર દરેક વર કન્યાએ ચોરીએ ચડતા પહેલા બ્લડ ડોનેશન કર્યું હતું.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો