Home /News /ahmedabad /અમદાવાદઃ સાળાએ પૈસા માટે બહેન સાથે ઝઘડો કરનાર બનેવીને છરીના ઘા મારી પતાવી દીધો, ધરપકડ

અમદાવાદઃ સાળાએ પૈસા માટે બહેન સાથે ઝઘડો કરનાર બનેવીને છરીના ઘા મારી પતાવી દીધો, ધરપકડ

હત્યાના આરોપી સાળાની ફાઈલ તસ વીર

Ahmedabad crime news: મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' કહીને પોતાની પાસેના હથિયારના (knife attack) ઘા સુરેશભાઈની છાતીમાં મારી દીધા હતા. જેમાં સુરેશનું લોહી વહી જતા મોત નીપજ્યું હતું.

અમદાવાદઃ શહેર અને ગુજરાતમાં (Gujarat news) હત્યાની અનેક (murder case) ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક સંબંધોનું ખૂન થવાની ઘટના બની હતી. વટવા વિસ્તારમાં સાળાએ (brother in law murder) જ બનેવીને છરીના અનેક ઘા મારીને મોતને ઘાટ (Jijaji murder) ઉતાર્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સાળાએ હત્યા (police arrested accused) પાછળનું ચોંકાવનારું કારણ વ્યક્ત કર્યું હતું. સાળાએ જણાવ્યું હતું કે, બહેન સાથે રૂપિયા માટે ઝઘડો કરતો હતો અને એવાતની જાણ બહેને ભાઈને કરી હતી. જેની અદાવત રાખીને સાળાએ બનેવીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ સુરેશભાઈને તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે નાખીને જતો રહ્યો હતો. સુરેશભાઈને ખૂબ લોહી નીકળ્યું હતું જે કારણે તેમનું મોત નીપજ્યું હતું. રંજનબેનનો ભાઈ મુકેશ ડાભીએ તેના બનેવીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘર પાસે નાખી ગયો હતો.

'મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' કહી બનેવીને છાતીમાં છરીના ઘા માર્યા
જેમાં મુકેશ ડાભીને થોડા દિવસ અગાઉ રંજનબેને કહ્યું હતું કે, તારા બનેવી સુરેશની આવક સારી નથી અને રૂપિયા બાબતે સતત ઝઘડો કરે છે. જે વાત મુકેશે સુરેશભાઈને કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મુકેશે 'મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' કહીને પોતાની પાસેના હથિયારના ઘા સુરેશભાઈની છાતીમાં મારી દીધા હતા. જેમાં સુરેશનું લોહી વહી જતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે હાલ મુકેશની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

શું હતી ઘટના?
ગત શુક્રવારે સાંજે સાતેક વાગ્યે મૂળ વતન મોટીબેડા જીલ્લો પાલી રાજસ્થાનનો રહેવાશી 45 વર્ષીય સુરેશ ચૌહાણ પોતે આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

આ બાબતે ફરિયાદીએ તેના ભાઈ મુકશને થોડા દિવસ પહેલા વાત કરી હતી જેથી ફરિયાદીના ભાઈએ અદાવત રાખી હતી. અને બનેવી સાથે ઝઘડો કરીને બનેવીના પેટના ભાગે છાતીની નીચે છરીના ઘા માર્યા હતા. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

અગલ અગલ ટીમો બનાવી પોલીસે હત્યાના આરોપી સાળાને દબોચી લીધો
આરોપીને શોધવા માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી હતી. અને ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા 30 વર્ષીય આરોપી મુકેશ ડાભીને પકડી પાડ્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime news, Boy Murder, Crime news, Gujarati News News