Home /News /ahmedabad /Exclusive: પોલીસ ચોકી બાદ હવે AMCની મુખ્ય ઓફિસમાંથી દારુની બોટલ મળી
Exclusive: પોલીસ ચોકી બાદ હવે AMCની મુખ્ય ઓફિસમાંથી દારુની બોટલ મળી
અમદાવાદ મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જે દાણાપીઠ ખાતે દારૂની ખાલી બોટલ મળી આવી છે.
એએમસીની મુખ્ય બિલ્ડીગની સુરક્ષા અને અધિકારી તેમજ સત્તાધીશોની સુરક્ષા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ થયા છે. એએમસી બાઉન્સર, અધિકારીઓ માટે સિક્યુરીટી, SRP અને પોલીસ જવાન તેમજ એક પોલીસ વિભાગમાંથી અલાયદા અધિકારી તરીકે એસીપી કક્ષા અધિકારી અહીં એએસમી ઓફિસ બિલ્ડીગમા ઓફિસમાં બેસતા હોય છે.
અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)ની મુખ્ય ઓફિસ ખાતે દારુની બોટલ (Bottles of liquor at the AMC office) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ ગુજરાતમા દારુબંધી (DaruBandhi) છે. અને બીજી તરફ એએમસી (AMC) જેવી સરકારી ઓફિસમાં જ દારુની બોટલ મળી આવતા ફરી એકવાર દારુબંધીના કાયદાના ધજાગારા ઉડ્યા છે.
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ની મુખ્ય કચેરી જે દાણાપીઠ ખાતે આવેલ છે. જે બિલ્ડીગનું નામ સરદાર પટેલ પર રાખવામા આવ્યું છે. ન્યુઝ18 ગુજરાતી ટીમને બાતમી મળી હતી કે, એએસમી કચેરી ખાતે દારુ પીવામાં આવે છે. જેથી અમારી ટીમ એએસમી બિલ્ડીગના તમામ ફ્લોર ચેક કરતા એએસમી બિલ્ડીગના પહેલા માળ પર પહોંચી હતી. જ્યા પાણી કુલર મુકવામા આવ્યું છે. ત્યા જ દારુની બોટલ પડી હતી.
એએસમી મુખ્ય બિલ્ડીગ પર કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ચેરમેન સહિત કોંગ્રેસ અને ભાજપના કાઉન્સલરો અહીં બેસતા હોય છે. તેમજ એએમસી વિભાગના તમામ વડાઓની ઓફિસ પણ અહીં છે. જે બિલ્ડીગમાં આટલા ઉચ્ચ અધિકારી બેસતા હોય છે. શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમાર અહીં બેસતા હોય છે તે જ બિલ્ડીગ દારૂની બોટલ મળી આવે તે ઘણુ દુખદ જ કહેવાય છે.
એએમસીની મુખ્ય બિલ્ડીગની સુરક્ષા અને અધિકારી તેમજ સત્તાધીશોની સુરક્ષા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ થયા છે. એએમસી બાઉન્સર, અધિકારીઓ માટે સિક્યુરીટી, SRP અને પોલીસ જવાન તેમજ એક પોલીસ વિભાગમાંથી અલાયદા અધિકારી તરીકે એસીપી કક્ષા અધિકારી અહીં એએસમી ઓફિસ બિલ્ડીગમા ઓફિસમાં બેસતા હોય છે. હવે સવાલ ઉભો થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે કેમ કરવામાં આવે છે. માનિતા એજન્સીઓના લાભ કરવા માટે કોન્ટ્રાક્ટર અપાય છે. શું માત્ર અધિકારીઓ અને સત્તાધીશોની સલામી માટે જ સુરક્ષા અહીં મુકાય છે. બિલ્ડીગમાં શું બની રહ્યું છે. કોઇ અજાણી વ્યક્તિ દારુ પીવે અને ખાલી બોટલ અહીં મુકી જાય ત્યા સુધી કોઇ ખબર ન પડે તે એક મોટો સવાલ છે.
એક તરફ ગુજરાતમા દારુબંધી છે. અને બીજી તરફ પોલીસ ચોકી હોય કે પછી એએમસી મુખ્ય બિલ્ડીંગ ત્યા હવે દારુ રેલમછેલ જોવા મળી છે. એએમસી અધિકારી જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરશે કે પછી ઢાંક પીછો કરવામાં આવશે. ભુતકાળમાં એએસમીની નવા પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે પાર્કિગ એરિયામા દારૂ બોટલ મળી હતી. આજે પ્રથમ માળે દારૂની ખાલી બોટલ મળી આવી છે. હવે શું ભવિષ્યમાં 2 અને 2 માળ પર દારૂ બોટલ મળી આવે તો આશ્રર્ય ન થાય.