Home /News /ahmedabad /વસ્ત્રાલમાં એક્ટિવાનો પ્લગ સાફ કરતા થયો મોટો ધડાકો, અનેક વાહનો બળીને ખાક

વસ્ત્રાલમાં એક્ટિવાનો પ્લગ સાફ કરતા થયો મોટો ધડાકો, અનેક વાહનો બળીને ખાક

પ્લગ સાફ કરતા થયો મોટો ધડાકો

Ahmedabad News: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કેટલાક દિવસ અગાઉ વાહનોમાં લાગેલી ભીષણ આગના બનાવમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. વાહનોમાં આગ ફ્લેટના જ એક યુવકે લગાડી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કેટલાક દિવસ અગાઉ વાહનોમાં લાગેલી ભીષણ આગના બનાવમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. વાહનોમાં આગ ફ્લેટના જ એક યુવકે લગાડી હોવાનું સામે આવ્યું છે. આ યુવક તેના એક્ટીવાનો પ્લગ સાફ કરતો હતો ત્યારે એકાએક સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું. જેમાં પાંચ એક્ટીવા, એક કાર અને 11 મીટર તેમજ સીસીટીવી કેમેરા બળીને ખાખ થઇ ગયા હતા.

આદિત્ય પંચાલ નામના યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ


વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમગ્રીન ફ્લેટમાં રહેતા મલય અધિકારી નામના યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચાલ નામના યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મલય અધિકારી સેન્કક્રોટેક ઇન્ડિયા લીમીટેડ નામની કંપનીમાં નોકરી કરે છે. તેણે જાન્યુઆરી 2021માં નવી કાર ખરીદી હતી. મલયની કાર તેના ફ્લેટમાં પાર્કિગમાં કરે છે. જ્યા 2 નવેમ્બરના રોજ તેની કારમાં આગ લાગી હતી. 2 નવેમ્બરના ફ્લેટના નીચેના ભાગે એકાએક બુમાબુમ થવાનો અવાજ આવવા લાગ્યો હતો. મલય તરતજ નીચે ગયો ત્યારે તેણે જોયુ તો તેની કાર અને પાંચ એક્ટીવા સળગી રહ્યા હતા અને ફ્લેટના મીટરોમાં પણ આગ લાગી હતી.

આ પણ વાંચો: લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

આગના કારણે પાર્કિગમાં મોટુ નુકશાન થયુ હતું


ફ્લેટના રહીશોએ તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમને બોલાવી લીધી હતી. ફાયરબ્રીગેડની ટીમે આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. વાહનોમાં લાગેલી આગના કારણે પાર્કિગમાં મોટુ નુકશાન થયુ હતું. આ સાથે જ પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ બળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં એક કાર અને પાંચ જેટલી એક્ટીવા બળીને ખાક થઈ ગઈ હતી.

સીસીટીવી ફુટેજમાં ચોકાવનારી વિગતો સામે આવી


બીજા દિવસે કારનો ઇન્સ્યોરન્સ પાસ કરાવવા માટે મલય સીસીટીવી ફુટેજ ચેક કરી રહ્યો હતો ત્યારે તેને આદિત્ય પંચાલ નામનો યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આદિત્ય પંચાલ સૂર્યમગ્રીન ફ્લેટમાં જ રહે છે. સોસાયટીના રહીશોએ આદિત્ય પંચાલની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, તે તેની એક્ટીવાનો પ્લગ સાફ કરતો હતો ત્યારે એક્ટીવામાં એકાએક આગ લાગી હતી. આદિત્યનો જવાબ સાંભળીને રહીશોને શંકા થતા તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. રામોલ પોલીસે આદિત્યની ધરપકડ કરીને પુછપરછ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: CAR FIRE, અમદાવાદ, કાર આગ, ભીષણ આગ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन