અમદાવાદ: બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો 'કૌન બનેગા કરોડપતિ'નો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે ત્યારે આ હોટ સીટ પર બેસવા માટે અનેક લોકો રાહ જોતાં હોય છે. ત્યારે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર 9 વર્ષનો નાનકડો આર્યવ શાહ પહોંચ્યો હતો. ઉદગમ સ્કુલમાં ભણતા આર્યવે આજે ન્યુઝ18 સાથે વાત કરી અને જણાવ્યું કે મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્યવ શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો, આ બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો હતો. KBC સ્ટેજ પર દરેક કન્ટેસ્ટંટને 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે. જેમાંથી પાર થઈને તે બિગબી સામે હોટ સીટ પર પહોંચ્યો હતો.
ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યવે શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા હતાં. ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો. પરંતુ સારી સ્પીડને કારણે તે હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેના નામની જાહેરાત થતા જ તેના માતાપિતા ખુશ થઈ ગયા હતા. દીકરાની સફળતાથી તેના માતા-પિતા ખુશ છે. તેમના દીકરાએ 15 દિવસ મહેનત કરી હતી. વધુમાં આર્યવના માતા નેહા શાહે જણાવ્યું કે આજે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમને આર્યવના માતા-પિતા તરીકે ઓળખ મળે છે એ અમારા માટે ગર્વની વાત છે. કેબીસી માટે મહેનત દરમિયાન આર્યને ચિકનગુનિયા પણ થયો હતો, છતા તે હિંમત હાર્યો ન હતો. પૂરતા કોન્ફિડન્સથી કેબીસીમાં રમવા પહોંચ્યો હતો.
કોણ છે આર્યવ શાહ
આર્યવ અમદાવાદની ઉદગમ સ્કુલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની માતા નેહાબેન હાઉસવાઈફ છે. ગૌતમભાઈ તેમના પરિવાર સાથે વૈષ્ણોદેવી સર્કલ પાસે રહે છે. તેમનો 9 વર્ષનો પુત્ર આર્ય શરૂઆતથી જ ભણવામાં હોશિયાર છે. આર્યને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. કેબીસી માટે એપ્લિકેશનમાં સવાલનો જવાબ આપીને આર્યવ માટે KBCનું દ્વાર ખૂલ્યું હતું. એપ્લિકેશનમાં જુનિયર KBC માટે એક સવાલનો સાચો જવાબ આપતાં કોમ્પ્યુટર મારફત એક કોલ આવ્યો હતો, જેમાં 3 સવાલ કરવામાં આવ્યા હતા, જે સાચા પડતાં આર્યવ પર એક વ્યક્તિનો કોલ આવ્યો, જેમને 2 સવાલ કર્યા હતા.
આમ 3 અલગ અલગ સ્ટેજમાંથી પસાર થયા બાદ આર્યવ મુંબઈ પહોંચ્યો અને ત્યાં પણ તેનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. મુંબઈમાં આર્યનો સૌપ્રથમ વીડિયો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. જે પાસ કરતા તેનો એક પર્સનલ ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. એ પાસ કર્યા બાદ આખરે KBCના સ્ટેજ પર આર્યવને પ્રવેશ મળ્યો હતો. KBCના સ્ટેજ પર આર્યવની સાથે 9 બાળકો પણ હતા. આ હરીફાઈ હોટ સીટ માટેની હતી. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. જો કે ત્રીજા પ્રશ્નના જવાબ મોડો હોવા છતાં આર્યવે જવાબ આપવાની સ્પીડને કારણે તેને હોટ સીટ મળી હતી. હોટ સીટ માટે નામ આવતાં આર્ય આજુબાજુ જોવા લાગ્યો. ત્યારબાદ જયારે તેનાં માતા પિતા ઉભા થયા ત્યારે તેને ખરેખર લાગ્યું કે તે હોટ સીટ પર જશે અમિતાભ બચ્ચની સાથે બેસતાં જ તેને બિલિવ નહોતું થતું.
આર્યવને પ્રથમ પ્રશ્ન ગુજરાતી ફૂડ અંગે પૂછવામાં આવ્યો હતો, જેનો તેને સાચો જવાબ આપ્યો હતો. એ બાદ એક બાદ એક સવાલ આવતા રહ્યા હતા. 25 લાખ માટેનો સવાલ આવ્યો હતો કે 1950માં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં કઈ સિટીના ક્રિસમસ ટ્રીને સ્થાન મળ્યું હતું. એનો જવાબ લાઈફલાઈન વિના આર્યવે સીએટલ આપ્યો હતો. જે બાદ 50 લાખના જવાબના આવડતાં ક્વિટ કર્યુ હતું.
15 દિવસ પહેલા શુટિંગ પુરુ થયું હતું.
કેબીસીના એપિસોડનું શૂટ 15 દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો જે એપિસોડ 15 તારીખે રિલિઝ થયો હતો.આર્યવે તેની કાલીઘેલી ભાષામાં જણાવ્યું કે અમે 2જી તારીખે અહીંથી નીકળી ગયા હતા. હું એક દિવસમાં આખી બુક વાંચી લઉ છું. મારા મેમ પુછે તો હું સૌથી પહેલાં હાથ ઉંચો કરીને જવાબ આપું છું. અત્યારે સ્કુલમાં બધા મારી સાથે ફોટો માટે આવે છે મને મજા આવે છે. હું આ પૈસાથી હવે મારી ફેવરિટ કાર પણ ખરીદવાનું વિચારું છું.