Home /News /ahmedabad /અમદાવાદ: લગભગ અશક્ય મનાતું ફેફસાનું ઓપરેશન સફળ, 20 વર્ષીય યુવાનને મળ્યું નવું જીવન

અમદાવાદ: લગભગ અશક્ય મનાતું ફેફસાનું ઓપરેશન સફળ, 20 વર્ષીય યુવાનને મળ્યું નવું જીવન

બંધ થયેલા જમણા ફેફસાને પુનઃકાર્યરત કરવામાં કરવામાં આવ્યા

અમદાવાદ: SVP હોસ્પિટલના ડોક્ટરની વધુ એક સિદ્ધી. બંધ થઇ ગયેલા જમણા ફેફસા, જમણી બાજુ ખસી ગયેલા હૃદય તથા શરીરમાં ઓછા પ્રમાણમાં ઓકિસજન સાથે દર્દીની સફળ સર્જરી

અમદાવાદ: SVP હોસ્પિટલ એટલે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ ખાતે 20 વર્ષીય યુવાનની જટીલ શસ્ત્રક્રિયા (ઓપરેશન) પાર પાડવામાં આવી હતી. આ યુવાનને અકસ્માતને કારણે શ્વાસનળીને ઇજા પહોંચી હતી. તે માટે જરૂરી શસ્ત્રક્રિયા અમદાવાદની એક જાણીતી હોસ્પિટલમાં કરવામાં આવી હતી, પરંતુ તે બાદ દર્દીને વારંવાર શ્વાસ ચડતો તથા તેમનું જમણા ફેફસાની શ્વાસનળી બ્લોક થવાને કારણે જમણું ફેફસ સંકોચાઇ ગયેલું હતું. આ ઉપરાંત હૃદય પણ પોતાની મુળ સ્થિતિમાંથી ખસીને ડાબીથી જમણી બાજુ સ્થાંતરીત થઇ ગયું હતું. બંધ થઇ ગયેલા જમણા ફેફસા, જમણી બાજુ ખસી ગયેલા હૃદય તથા શરીરમાં ઓછા પ્રમાણમાં ઓકિસજન સાથે દર્દી SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયો હતો.

જમણા ફેફસાની મુખ્ય નળી 90% કરતા વધુ બ્લોક હતી

માત્ર 24 કલાકની અંદર દર્દીનું એક જટીલ તથા મુશ્કેલ ઓપરેશન 11 માર્ચના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. કોઇપણ પ્રકારના જનરલ એનેસ્થેસીયા વગર જ સંપૂર્ણ સભાન અવસ્થામાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમ્યાન સઘન તપાસ કરતા દર્દીના જમણા ફેફસાની મુખ્ય નળી 90% કરતા વધુ બ્લોક હતી. તેમજ વારંવાર જમણું ફેફસું આ કારણથી બંધ થઇ જતું હતું. વિશેષ તાલીમ પામેલ તથા વિદેશથી વિશિષ્ટ તાલીમ લીધેલા ખૂબ જ અનુભવી ડોકટરો દ્વારા આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં અહીં કરા પડવાની આગાહી

બંધ થયેલા જમણા ફેફસાને પુનઃકાર્યરત કરવામાં કરવામાં આવ્યા

SVP હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને પલ્મોનરી વિભાગના હેડ ડો.સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ જટિલ તેમજ મુશ્કેલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચતમ કક્ષાના મશીનો દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ જમણા ફેફસાની મુખ્ય નળીને એન્ડોસ્કોપ દ્વારા સ્પેશિયલ બલુન તેમજ એન્ડોસ્કોપીક રીસેકશન દ્વારા ખોલવામાં આવી હતી અને બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દૂરબીન દ્વારા જમણાં ફેફસાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના બંધ થયેલા જમણા ફેફસાને પુનઃકાર્યરત કરવામાં કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન બાદ જમણું ફેફસું ખુલતાની સાથે જ દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સંપૂર્ણ પણે જળવાવા માંડયું તથા ઓપરેશન બાદ દર્દીને ઓકિસજન આપવાની કોઇ જરૂર પડતી ન હતી.

હૃદયને પણ પુનઃપ્રસ્થાપિત કરવામાં આવ્યું

આમ, બ્રોન્કોસ્કોપી દ્વારા જમણા ફેફસાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યું હતું. તેટલું જ નહીં, પરંતુ જમણી બાજુ ખસી ગયેલ હૃદયને પણ પાછું પોતાના મૂળ સ્થાને એટલે કે જમણીથી ડાબી બાજુ પુનઃપ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત તથા અનુભવી ડોકટરોના હાથમાં બ્રોન્કોસ્કોપી નામનું વિશેષ મશીન માત્ર ફેફસાને જ નહીં પરંતુ હૃદયને પણ તેના મુળ સ્થાન પર કાર્યાન્વિત કરવા માટે વરદાન સમાન છે. આ સમગ્ર સારવાર દર્દીને PMJAYથી મળતા લાભ અન્વયે તદ્દન મફત મળી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News