Home /News /ahmedabad /

ગાંધીધામના ધો-10 નાપાસ યુવકે 50 થી વધુ મહિલાઓનું જીવવું હરામ કર્યું, કૃત્ય જાણી પોલીસ પણ ચોંકી ગઇ

ગાંધીધામના ધો-10 નાપાસ યુવકે 50 થી વધુ મહિલાઓનું જીવવું હરામ કર્યું, કૃત્ય જાણી પોલીસ પણ ચોંકી ગઇ

આરોપી મહિલાના ફોટો પાછળ પોર્ન વીડિયોની ઓડિયો ક્લિપ નાખી બ્લેકમેલ કરી રહ્યો હતો.

માત્ર 500થી 1000 રૂપિયા માટે 10 ફેલ આરોપી પ્રશાંત આદિત્ય આરોપી સમગ્ર તરકટને અંજામ આપતો હતો. ઈજ્જત બચાવવા કેટલીએ મહિલાઓ તેના ગાળીયામાં ફસાઈ પણ ગઈ હતી.

    સોશિયલ મીડિયા (Social media) એક એવી જગ્યા છે કે જ્યાં વિકૃત માનસિકતા વાળા આરોપીઓ સતત પોતાનો ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપતા રહે છે. જો આપ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છો તો આવા અસામાજિક તત્વોથી બચીને રહેજો. પોલીસના સકંજામાં આવેલા આરોપીએ સમગ્ર દેશની મહિલાઓનું જીવન મુશ્કેલ કરી નાખ્યું હતું. મહારાષ્ટ્ર-મુંબઈના અન્ટોન હિલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર બ્લેકમેલ (women blackmail) કરાતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

    આરોપીએ મહિલાના ફોટો પાછળ પોર્ન વીડિયો (Video) ની ઓડિયો નાખી મહિલાને બ્લેકમેલ  (women blackmail)કરી રહ્યો હતો. આ મામલો ગંભીર હતો જેને લઈ પોલીસે તરત જ સાયબરની ટીમને કામે લગાવી હતી. પહેલા તો આવા કન્ટેન્ટને આઈડેન્ટીફાઈ કરી ઈન્ટરનેટ પરથી હટાવ્યા હતા જે પછી તપાસમાં આરોપીનું ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું.



    જે બાદ મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં 21 મહિલાઓ વિરૂદ્ધ આ પ્રકારે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હોય તેવું ખુલ્યું હતું પરંતુ પૂછપરછમાં આરોપીએ 50 કરતા વધુ મહિલાઓ સાથે આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું છે. આરોપીની મોડસઓપરેન્ડી વિષે જાણી તમે પણ ચોંકી જશો.

    આ પણ વાંચો- આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

    માત્ર 500થી 1000 રૂપિયા માટે 10 ફેલ આરોપી પ્રશાંત આદિત્ય આરોપી સમગ્ર તરકટને અંજામ આપતો હતો. ઈજ્જત બચાવવા કેટલીએ મહિલાઓ તેના ગાળીયામાં ફસાઈ પણ ગઈ હતી. પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આપની સાથે આવી કોઈ ઘટના થઈ હોય તો નિ:શંકોચ પોલીસને જાણ કરવી. આરોપી પ્રશાંત આદિત્ય મૂળ ગાંધીધામનો વતની છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad cyber crime, Gujarat police, Gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन