Home /News /ahmedabad /

Ahmedabad: અમદાવાદના ડૉક્ટરોએ 107 વર્ષની વૃદ્ધાના હૃદયને ફરી ધબકતું કરી ઇતિહાસ રચ્યો

Ahmedabad: અમદાવાદના ડૉક્ટરોએ 107 વર્ષની વૃદ્ધાના હૃદયને ફરી ધબકતું કરી ઇતિહાસ રચ્યો

મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને મારેન્ગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

ડોકટર્સનું માનવું છે કે, હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. શતાયુ પૂર્ણ કરેલ દર્દી પર હાથ ધરવામાં આવેલી આ ઈન્ટરવેન્શનલ કાર્ડિયાક પ્રોસેજરે અમને વધુ પ્રોત્સાહિત કર્યા છે કે જે દર્દીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેમને આઉટ-ઓફ-બૉક્સ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કોઈ મર્યાદાઓ નથી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેર (Ahmedabad News)ની ખાનગી હોસ્પિટલમાં 107 વર્ષની વૃદ્ધા પર સફળ એન્જીઓપ્લાસ્ટી (Angioplasty Surgery) દ્વારા હૃદયની સામાન્ય કામગીરીને પુનઃ સ્થાપિત કરવામાં ડોકટર્સને સફળતા મળી છે. ડોકટર્સનો દાવો છે કે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દીને એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયને ફરી ધબકતું કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. વાત મધ્યપ્રદેશના મહિલા દર્દીની છે. જેઓને મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને મારેન્ગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેમની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99% બ્લોકેજ જોવા મળ્યું હતું. નાજુક તબિયત ધરાવતી મહિલાએ એક મોટો પડકાર રજૂ કર્યો, જેમાં હૃદયની સ્થિતિને યથાવત કરવા માટે એક પ્રોસીજર હાથ ધરવી જરૂરી હતી.

હોસ્પિટલે જીવનના 100 વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રોસીજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર આ મહિલા ચમત્કારિક રીતે હરતાફરતા થઈ ગયા હતા. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખના નેતૃત્વ હેઠળ ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી. દર્દીના પરિવારને લાગ્યું કે તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે ત્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.

આ પણ વાંચો- બાઈક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, જુઓ વીડિયો

ડોકટર્સનું માનવું છે કે, હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. શતાયુ પૂર્ણ કરેલ દર્દી પર હાથ ધરવામાં આવેલી આ ઈન્ટરવેન્શનલ કાર્ડિયાક પ્રોસેજરે અમને વધુ પ્રોત્સાહિત કર્યા છે કે જે દર્દીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેમને આઉટ-ઓફ-બૉક્સ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કોઈ મર્યાદાઓ નથી. પ્રોસીઝર સાયકોલોજીકલી અઘરી હતી.1 ટકા ભૂલ થાય તો વ્યક્તિના જીવ ત્યાં જ જતો રહે તેમ હતું. અમે ટેવાયેલા છે અને હજારો એન્જીયોપ્લાસ્ટી કરી હતી. જેથી અમે 15 જ મિનિટમાં સારવાર પુરી કરી હતી. હાથની નળી ખૂબ નબળી હતી છતા અમે એક વાર અંદર પ્રવેશી શક્યા હતા. એક ભૂલથી કેસ બગડે તેમ હતું જેથી અમે ઝીરો એરર સાથે સારવાર પુરી કરી હતી.

આ પણ વાંચો- અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ

આ ઓપરેશન અંગે પરિવારે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા પરદાદી ઘણા વર્ષો સુધી જીવે. જે દિવસથી અમારા દાદાની એ જ ટ્રીટમેન્ટ માટે  હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને અમે તેમની રિકવરી જોઈ હતી, અમને ખાતરી હતી કે અમારા પરદાદી પણ ઝડપથી સ્વસ્થ થઈ જશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Successful surgery

આગામી સમાચાર