Home /News /ahmedabad /

US અને કેનેડામાં સ્થાયી થવા માટે ગુજરાતના 950 વ્યક્તિઓએ IELTSનું બોગસ સર્ટિફિકેટ મેળવ્યું હોવાનો અહેવાલ

US અને કેનેડામાં સ્થાયી થવા માટે ગુજરાતના 950 વ્યક્તિઓએ IELTSનું બોગસ સર્ટિફિકેટ મેળવ્યું હોવાનો અહેવાલ

IELTS સર્ટિફિકેટ કૌભાંડ (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

IELTS Scam: ગેરરીતિનો પહેલો કિસ્સો એપ્રિલમાં સામે આવ્યો હતો. નડિયાદમાં એક ડમી વિદ્યાર્થી (IELTS Dummy student) પરીક્ષા આપતા પકડાઈ ગયો હતો.

અમદાવાદ: મહેસાણા પોલીસ IELTS (International English Language Testing System) પરીક્ષામાં થયેલ ગેરરીતિની તપાસ કરી રહી છે. આ તપાસના તાર રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદ એમ સાત કેન્દ્રો સુધી પહોંચી ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 950 ઉમેદવારોએ રૂ. 14 લાખની ચૂકવણી કરીને છેતરપિંડીથી હાઈ સ્કોર મેળવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ઉમેદવાર US અથવા કેનેડામાં છે.

આ ગેરરીતિનો પહેલો કિસ્સો એપ્રિલમાં સામે આવ્યો હતો. નડિયાદમાં એક ડમી વિદ્યાર્થી (IELTS Dummy student) પરીક્ષા આપતા પકડાઈ ગયો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, નવસારી અને મહેસાણામાં ડમી ઉમેદવારો બેસાડવા માટે પરીક્ષા કેન્દ્રમાં CCTV બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મહેસાણાનો એક વ્યક્તિ રિઅલ્ટી બિઝનેસમાં છે અને તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે.

આ પણ વાંચો: US જઇ રહેલા ચાર ગુજરાતી યુવક ઝડપાયા, અંગ્રેજી ન બોલી શકતા ભાંડો ફૂટ્યો

31 મેના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પોલીસે કામગીરી શરૂ કરી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, USમાં સ્થાયી થયેલા ઉત્તર ગુજરાતના વ્યક્તિઓને IELTSમાં સૌથી વધુ સાત અને આઠ સ્કોર હોવા છતાં USની કોર્ટમાં એક હિન્દી અનુવાદકની જરૂરિયાત છે. આ વ્યક્તિએ સપ્ટેમ્બર 2021માં પરીક્ષા આપી હતી. પોલીસ અધિકારી અનુસાર US કન્સલ્ટે મહેસાણા પોલીસ (Mehsana Police)ને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા અને કેનેડામાં સ્થાયી થવા માગતા વિદ્યાર્થીઓને IELTS સર્ટીફિકેટ જાહેર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: કેનેડાના વિઝા અપાવવાના નામે છેતરપિંડી આચરી વૈભવી જીવન જીવતો આરોપી ઝડપાયો

એજન્ટે IELTS સર્ટીફિકેટ આપવાનો વાયદો કર્યો


પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માનવ તસ્કરોના સ્થાનિક સહયોગી વિદ્યાર્થીઓને હાઈ સ્કોર સાથે IELTS સર્ટીફિકેટ આપવાનો વાયદો કરે છે. તે માટે તમામ ઉમેદવારોએ રૂ.14 લાખનો ખર્ચ કરવાનો રહે છે. મહેસાણાના વ્યક્તિ માટે કામ કરતો એજન્ટ ઉમેદવાર પાસેથી પૈસા એકત્ર કરે છે. સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જતા 6 લોકોને અમેરિકન એજન્સીએ 28 એપ્રિલના રોજ પકડી પાડ્યા હતા. કેનેડા અને અમેરિકાની એજન્સીએ તે વ્યક્તિઓને ગેરકાયદાકીય રીતે દરિયો પાર કરતા સમયે રેજિસમાં એક ડૂબતી બોટમાંથી બચાવ્યા હતા.
First published:

Tags: US, Visa, પોલીસ, મહેસાણા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन