Home /News /ahmedabad /ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે નવું શું? અમદાવાદમાં 93 હજાર યુવા મતદાર પહેલીવાર મતદાન કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે નવું શું? અમદાવાદમાં 93 હજાર યુવા મતદાર પહેલીવાર મતદાન કરશે

ચુંટણીની તારીખો જાહેર થતાં જિલ્લા તંત્ર તેની તૈયારીઓનું આયોજન જાહેર કર્યું છે.

Gujarat Assembly Election 2022: પંજાબ, ગોવા અને તેલંગાણા બાદ પ્રથમવાર  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સિનિયર સિટીજન્સ અને દિવ્યાંગ મતદારોને ઘરેબેઠા  બેલેટ પેપર પર મતદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: કોઈ પણ ચૂંટણી હોય રાજકીય પાર્ટીઓ યુવાઓને આકર્ષવાના વધુને વધુ પ્રયાસ કરતી હોય છે. અમદાવાદમાં કુલ 59 લાખ 93 હજાર 46 મતદારો નોંધાયા છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 93 હજારથી વધુ યુવા મતદારો પહેલીવાર ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચુંટણીની તારીખો જાહેર થતાં જિલ્લા તંત્ર તેની તૈયારીઓનું આયોજન જાહેર કર્યું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં વધુને વધુ લોકોને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદમાં નોંધાયેલા મતદારોની માહિતી આપતા તેઓએ કહ્યું કે અમદાવાદમાં કુલ 59 લાખ 93 હજાર 46 મતદારો નોંધાયા છે. જેમાં આ વખતે 93 હજારથી વધુ યુવાઓ પહેલીવાર ચૂંટણીમાં મતદાન કરશે.

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાવચેત રહેજો! દંપતિ ચાલુ ટ્રેનમાં સુઇ ગયું અને થયો કડવો અનુભવ

નોંધાયેલા કુલ 59 લાખથી વધુ મતદારોમાં 31 લાખ 71 હજાર 271 પુરુષ મતદાર અને 28 લાખ 75 હજાર 565 મહિલા મતદારો છે. જ્યારે અન્ય 211 મતદાર છે. મતદાન મથકોની સંખ્યા આપતા તેઓએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લા અને શહેરમાં કુલ 5599 બુથ પૈકી 4391 શહેરી અને 1208 ગ્રામ્ય મતદાન મથક છે. મતદાન મથક માટે કુલ 1927 લોકેશન છે. સખી મતદાન 147, આદર્શ મતદાન મથક 21, દિવ્યાંગ મતદાન મથક 21, ઈકોફ્રેન્ડલી મતદાન મથક 21 અને યુવા મતદાન મથક 1 છે. આદર્શ આચારસંહિતા માટે કુલ 351 ટીમોની રચના કરવામાં આવી છે. જ્યારે કુલ 27 હજાર જેટલો પોલીંગ સ્ટાફ આ પ્રક્રિયામાં કાર્યરત રહેશે. સિનિયર સીટીજન અને દિવ્યાંગ મતદારોને ઘરે મતદાન કરવા એમને સગવડ કરી આપવામાં આવશે. અને જો કોઈ અશક્ત કે બિમાર મતદારને મતદાન મથકે આવીને મત આપવા ઈચ્છે છે તો તેને મતદાન મથકે વાહનથી લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

મહત્વનું છે કે પંજાબ, ગોવા અને તેલંગાણા બાદ પ્રથમવાર  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સિનિયર સિટીજન્સ અને દિવ્યાંગ મતદારોને ઘરેબેઠા  બેલેટ પેપર પર મતદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly Election 2022, Assembly elections, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन