Home /News /ahmedabad /108 Ambulance: જાણો શું છે હોળી ધૂળેટીના તહેવારમાં 108 ઈમર્જન્સી સેવાનો એક્શન પ્લાન?

108 Ambulance: જાણો શું છે હોળી ધૂળેટીના તહેવારમાં 108 ઈમર્જન્સી સેવાનો એક્શન પ્લાન?

હોળી ધૂળેટી પર્વમાં વાહનોના અકસ્માતોની સંખ્યા લગભગ બમણી થઈ જાય છે.

108 emergency services: 108 ઈમર્જનસીના સીઓઓ જશવંત પ્રજાપતિએ આ અંગે જણાવ્યું કે, દર વર્ષે અમારી એનાલીટીકલ ટીમ તહેવારો દરમિયાન બનેલી ઘટનાઓનું એનાલીસીસ કરે છે. જેને ધ્યાને રાખી આ વર્ષે હોળી ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં 30થી 35 ટકા વધારો થવાની શક્યતા છે.

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યમાં હોળી અને ધુળેટીને લઈ 108 સેવા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મોટા ભાગે લોકો ફરવા જતા હોય છે. જેને લઈને આકસ્મિક ઘટનાઓમાં વધારો થાય છે. પાછલા વર્ષોમાં બનેલી આકસ્મિક ઘટનાઓને ધ્યાને લઈ આ વર્ષે આકસ્મિક ઘટનાઓમાં 30 થી 35 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે દવાઓઓ અને મેડિકલ ઉપકરણો સાથે 800 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરવામાં આવે છે.

આમ તો રંગોનો તહેવાર એવા હોળી ધૂળેટીના પર્વમાં લોકો તહેવારની ઉજવણી મસ્તી અને આનંદ ઉલ્લાસથી કરતા હોય છે. તેમ છતાં તહેવારો દરમિયાન અકસ્માતો અને મેડિકલ ઈમર્જન્સીની ઘટનાઓમાં વધારો થતો હોય છે. 108 ઈમરજન્સી મેનેજમેન્ટ દ્વારા ધૂળેટીના તહેવારમાં પૂર્વ તૈયારીના ભાગરુપે 800 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટની ચોંકાવનારી ઘટના! અડધી રાત્રે સાવકા બાપે સૂતેલી દીકરી પર દાનત બગાડી અને...

108 ઈમર્જનસીના સીઓઓ જશવંત પ્રજાપતિએ આ અંગે જણાવ્યું કે, દર વર્ષે અમારી એનાલીટીકલ ટીમ તહેવારો દરમિયાન બનેલી ઘટનાઓનું એનાલીસીસ કરે છે. જેને ધ્યાને રાખી આ વર્ષે હોળી ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં 30થી 35 ટકા વધારો થવાની શક્યતા છે. સામાન્ય દિવસ કરતા ઇમરજન્સી કેસમાં વધારો 3600 ની સામે 8 ટકા વધી 3900 કેસ થશે. ધુળેટી પર 31 ટકા કેસ વધી 4000 ઉપર કેસ આવે તો પહોંચી વળવાની તૈયારી છે. હોળી અને ધુળેટી પર્વ પર ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં કેસમાં વધારો થાય છે. અમદાવાદમાં નોંધપાત્ર વધારો નહિ પણ ગાંધીનગરમાં 50 ટકા વધારો થાય તેવું પ્રિડિક્શન છે.

મહત્ત્વનું છે કે ઈમરજન્સી ઘટનાઓની વાત કરવામાં આવે તો હોળી ધૂળેટી પર્વમાં વાહનોના અકસ્માતોની સંખ્યા લગભગ બમણી થઈ જાય છે. નોન વ્હિક્યુલર ટ્રોમા જેમાં વ્હીકલ સિવાયની ઘટનાઓમાં 150 ટકા જેટલો વધારો જોવા મળે છે. જ્યારે બોલાચાલી, મારામારીની ઘટનાઓમાં ઈજાઓ થવાના કારણે થતી ઈમરજન્સીની ઘટનાઓમા્ં પણ વધારો જોવા મળે તેવી શક્યતા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: 108 ambulance, 108 Emergency, Holi 2023, Holi celebration