Home /News /ahmedabad /જીસીએસ હોસ્પિટલમાં યુએસએના સર્જનો દ્વારા સ્કોલિયોસિસથી પીડાતા 8 બાળકોની સર્જરી કરવામાં આવી

જીસીએસ હોસ્પિટલમાં યુએસએના સર્જનો દ્વારા સ્કોલિયોસિસથી પીડાતા 8 બાળકોની સર્જરી કરવામાં આવી

સ્કોલિયોસિસથી પીડાતા 8 બાળકોની સર્જરી

GCS Hospital: સ્કોલિયોસિસ જે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે, સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે.

વધુ જુઓ ...
અમદાવાદ: સ્કોલિયોસિસથી પીડાતા આઠ બાળકોનું યુએસએના સર્જનોની ટીમના સહયોગથી અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. સ્કોલિયોસિસ જે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે. જે બાળકને બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે, સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે. સ્રસ્કોલિયોસિસના લક્ષણો, કમર વળી જવી અને ખૂંધ દેખાવાથી બાળકોને શારીરિક તકલીફની સાથે આત્મવિશ્વાસ પર પણ ઊંડી અસર થાય છે.

સર્જનોએ જીસીએસ હૉસ્પિટલમાં એક સપ્તાહ સુધી સેવા આપી


આવી જટિલ બીમારીથી પીડાતા 8 બાળકોની તકલીફ યુએસએથી અમદાવાદ આવેલા નિષ્ણાત સ્પાઇન સર્જન્સએ ઓપરેશન કરીને દૂર કરી છે. આ બાળકો હવે દુખાવા અને શારિરિક તકલીફો વગર સરળતાથી જીવન જીવી શકશે. જીસીએસ હોસ્પિટલમાં સ્કોલિયોસિસની તકલીફ વાળા બાળકો માટે તારીખ 23થી 25 જાન્યુઆરી દરમ્યાન નિઃશુલ્ક તપાસ અને સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં તપાસ થયેલ 8 બાળકોને સર્જરીની જરૂર જણાઈ હતી. સિનસિનાટી હૉસ્પિટલ મેડિકલ સેન્ટર, યુએસએથી આવેલા ડોકટરોના સહયોગથી સ્કોલિયોસિસના સુધારા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સિનસિનાટી સેન્ટર યુએસએથી આવેલી ડોકટરોની ટીમે સ્કોલિયોસિસ કરેકશન સર્જરી કરવા માટે જીસીએસ હૉસ્પિટલમાં એક સપ્તાહ સુધી સેવા આપી હતી.

આ પણ વાંચો: ક્યા છે ગુજરાતનો વિકાસ? અહીં છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી યોજાઈ! 

સર્જરી કેમ્પ એ અમારી કટિબધ્ધતાનુ એક ઉદાહરણ


જીસીએસ હોસ્પિટલના ઓર્થોપિડિક ડિપાર્ટમેન્ટના હેડ, ડો. જ્યોતિષ પટેલે જણાવ્યું કે, ‘જીસીએસ હોસ્પિટલ તમામ દર્દીઓને પોસાય તેવા ખર્ચે ઉચ્ચતર મેડિકલ સારવાર પૂરી પાડવા માટે કટિબધ્ધ છે. સ્કોલિયોસિસ કરેકશન સર્જરી કેમ્પ એ અમારી કટિબધ્ધતાનુ એક ઉદાહરણ છે. સિનસિનાટી ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરે અમને પૂરા પાડેલા સહયોગ બદલ અમે તેમના આભારી છીએ.’ આ પ્રકારની સર્જરીમાં સામાન્ય રીતે પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે જીસીએસ હોસ્પિટલમાં આ સર્જરી મામૂલી ખર્ચે કરવામાં આવી છેં. છેલ્લા 6 વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં આ ચોથો કેમ્પ છે. સિનસિનાટી ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરે અત્યાર સુધીમાં સ્કોલિયોસિસનો ભોગ બનેલાં 40થી વધારે બાળકોને સર્જરીનો લાભ આપ્યો છે.

આ પણ વાંચો: સુરતની અર્શ હોસ્પિટલમાં પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ

આ બિમારીથી કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે


સ્કોલિયોસિસ જે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે, સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે. સ્રસ્કોલિયોસિસના લક્ષણો, કમર વળી જવી અને ખૂંધ દેખાવાથી બાળકોને શારીરિક તકલીફની સાથે આત્મવિશ્વાસ પર પણ ઊંડી અસર થાય છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Hospital, Successful surgery, ગુજરાત

विज्ञापन