મુકેશ અંબાણીએ કહ્યું, ભવિષ્યમાં વિશ્વની ટૉપ 100 યુનિવર્સિટીમાં PDPUનો થશે સમાવેશ

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 1042 જેટલા યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી પત્ર એનાયત કરવામાં આવ્યા

News18 Gujarati
Updated: August 29, 2019, 7:04 PM IST
મુકેશ અંબાણીએ કહ્યું, ભવિષ્યમાં વિશ્વની ટૉપ 100 યુનિવર્સિટીમાં PDPUનો થશે સમાવેશ
પંડિત દીનદયાણ ઉપાધ્યાય યુનિવર્સીટમાં સંબોધન કરતા મુકેશ અંબાણી
News18 Gujarati
Updated: August 29, 2019, 7:04 PM IST
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 1042 જેટલા યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી. ડી. રાજગોપાલન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સિદ્ધિઓ માટે શિક્ષક વિદ્યાર્થીઓને મેડલ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુકેશ અબંણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું જ્યારે પણ ગુજરાત આવુ છું ત્યારે મારૂ ગુજરાતી હોવાનું ગૌરવ વધે છે. ગુજરાતે હંમેશા દેશને એક અલગ ઓળખ આપી છે. દેશ માટે ગુજરાતની આ સંસ્થા આદર્શ બને છે.

તેમણે અમિત શાહ વિશે કહ્યું કે, અમિત શાહ સાચી રીતે એક કર્મયોગી છે. અમિત શાહને પણ તમે આયર્ન મેન પણ કહી શકો છો. તો ગુજરાતના મુખ્યમંત્રી વિશે કહ્યું કે, ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પીડીપીયુને ઘણો સપોર્ટ કર્યો છે. પીડીપીયુના સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી સ્ટાફ અને પેરેન્સને પણ ધન્યવાદ કરૂ છું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, સ્ટુડન્ટ્સની આંખોનો આત્મવિશ્વાસ બચાવી રહ્યો છે કે, દેશ સુરક્ષિત હાથોમાં છે. પીએમ મોદીએ મેક ઈન ઈન્ડીયાના ગોલ સાથે નેશનલ ઈકોનોમીને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું સપનું જોયું છે. બેટર ફૂડ, બેટર લાઈવલીહુડ, બેટર હેલ્થ, બેટર ઈન્ફાસ્ટ્રક્ચર નવા ભારતમાં હશે.

તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ઈન્ડીયા કેન એન્ડ ઈન્ડીયા વીલ તમારી જનરેશન પુરૂ કરશે. મોબાઈલ ડેટા કન્ઝપ્શનમાં દુનિયામાં નંબર વન છીએ. તેમણે પોતાની અંગ્રેજી સ્પીચ વચ્ચે ગુજરાતીમાં કહ્યું, અમદાવાદ તો વાણીયાનું સીટી કહેવાય.
Loading...

મુકેશ અંબાણીએ કહ્યું કે, અગામી વર્ષોમાં PDPU વિશ્વની 100 યુનિવર્સિટીમાં સામેલ થશે. આજની બોર્ડ મીટિંગમાં અમે નિર્મય લીધો છે કે, 100 બેસ્ટ યુનિવર્સિટીમાં પીડીપીયુ સામેલ થશે, તેમણે ભાષણના અંતમાં જય શ્રી કૃષ્ણ કહી પોતાના સંબોધનની વિરામ આપ્યો હતો.

આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, દીનદયાલજી દૂરદર્શી વિચાર ધરાવતા હતા. દીનદયાલજીએ કહ્યું હતું કે, દેશમાં કોઈ એક વ્યક્તિ હોય તો તેના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. પીડીપીયૂને ચાલુ ચાલુ કરવાનું સપનું પ્રધાનમંત્રીનું સપનું હતું, જે પુરૂ થયું. તેમણે મુકેશ અંબાણીને આ યુનિવર્સિટીમાં પર્યાવરણને જોતા બે નવા કોર્સ શરૂ કરવાનું નિવેદન કર્યું.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...