Home /News /ahmedabad /અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા 7 ઝડપાયા, તમામ ઉત્તર ગુજરાતના રહેવાસી

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા 7 ઝડપાયા, તમામ ઉત્તર ગુજરાતના રહેવાસી

પ્રતીકાત્મક તસવીર

US Immigration: ગેરકાયદે પ્રવેશ કરનારા તમામ વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકો ક્વિબેક માર્ગ (Quebec route)થી ન્યૂયોર્ક શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અમદાવાદ: અમેરિકામાં સ્થાયી થવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જોકે, આ માટે તેઓ ક્યારેય શોર્ટ કટ રસ્તો પણ અપનાવતા હોય છે. દર વર્ષે યૂએસમાં ગેરકાયદે પ્રવેશનો પ્રયાસ બદલ અસંખ્ય લોકોની ધરપકડ કરવામાં આવે છે. હવે આ જ કડીમાં ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ હતા. તમામ વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકો ક્વિબેક માર્ગ (Quebec route)થી ન્યૂયોર્ક શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ગુજરાતના 950 વ્યક્તિઓએ મેળવ્યું IELTSનું ખોટું સર્ટિફિકેટ


મહેસાણા પોલીસ IELTS (International English Language Testing System) પરીક્ષામાં થયેલ ગેરરીતિની તપાસ કરી રહી છે. આ તપાસના તાર રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નડિયાદ અને આણંદ એમ સાત કેન્દ્રો સુધી પહોંચી ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, ઓછામાં ઓછા 950 ઉમેદવારોએ રૂ. 14 લાખની ચૂકવણી કરીને છેતરપિંડીથી હાઈ સ્કોર મેળવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ ઉમેદવાર US અથવા કેનેડામાં છે.

આ ગેરરીતિનો પહેલો કિસ્સો એપ્રિલમાં સામે આવ્યો હતો. નડિયાદમાં એક ડમી વિદ્યાર્થી (IELTS Dummy student) પરીક્ષા આપતા પકડાઈ ગયો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, નવસારી અને મહેસાણામાં ડમી ઉમેદવારો બેસાડવા માટે પરીક્ષા કેન્દ્રમાં CCTV બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મહેસાણાનો એક વ્યક્તિ રિઅલ્ટી બિઝનેસમાં છે અને તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે.



31 મેના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પોલીસે કામગીરી શરૂ કરી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, USમાં સ્થાયી થયેલા ઉત્તર ગુજરાતના વ્યક્તિઓને IELTSમાં સૌથી વધુ સાત અને આઠ સ્કોર હોવા છતાં USની કોર્ટમાં એક હિન્દી અનુવાદકની જરૂરિયાત છે. આ વ્યક્તિએ સપ્ટેમ્બર 2021માં પરીક્ષા આપી હતી. પોલીસ અધિકારી અનુસાર US કન્સલ્ટે મહેસાણા પોલીસ (Mehsana Police)ને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા અને કેનેડામાં સ્થાયી થવા માગતા વિદ્યાર્થીઓને IELTS સર્ટીફિકેટ જાહેર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Students, US, Visa, ગુનો, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો