Home /News /ahmedabad /PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 650 CCTV કેમેરાથી આખાય મહોત્સવ પર બાજ નજર

PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 650 CCTV કેમેરાથી આખાય મહોત્સવ પર બાજ નજર

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સીસીટીવી કેમેરાથી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા 650 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મહોત્સવમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ તીસરી આંખની નજરમાંથી નહીં બચી શકે તે નક્કી છે.

અમદાવાદઃ શહેરના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે સુરક્ષાની દૃષ્ટીએ તો સ્વયંસેવકોએ કાર્યભાર સંભાળ્યો જ છે. તેમ છતાં મહોત્સવમાં રોજે રોજ હજારોની સંખ્યામાં મુલાકાત લોકો લઈ રહ્યાં છે. ત્યારે શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા 650 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મહોત્સવમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ તીસરી આંખની નજરમાંથી નહીં બચી શકે તે નક્કી છે.

અનેક લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી


શતાબ્દી મહોત્સવ માટે પ્રમુખ સ્વામીનગરમાં અલગ અલગ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં મહોત્સવમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ મહોત્વનો રોલ અદા કરી રહ્યાં છે. મહોત્સવમાં કોઈ પણ પ્રકારની ઘટના કે ગતિવિધિઓ પર નજર રાખવા 650 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવીને લઈને અલગ અલગ કંટ્રોલ રુમ પણ ઉભા કરવામાં આવ્યા છે. જે સ્વયંસેવકો સુરક્ષાની કામગીરી સંભાળી રહ્યાં છે. તેમને ફોરેન્સિક યુનિવર્સિટીના નિષ્ણાંતોએ તાલીમ આપી તૈયાર કર્યા છે.

આ પણ વાંચોઃ આજની પેઢી ન જોઈ હોય તેવી એન્ટિક વસ્તુઓનું કલેક્શન

યુવકો 24 કલાક કાર્યરત રહે છે


આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમને પણ પાંચ જોનમાં 20-20 યુવકો રાખ્યા જે 24 કલાક કાર્યરત રહે છે. તેઓ કોઈપણ પગલાં લેવા હોય તો લઈ શકે છે. પ્રોટોકોલ વિભાગમાં સેવા આપી રહેલા જયેશ પટેલ જણાવે છે કે, ‘બીએપીએસમાં પીએસએમ 100મા પ્રોટોકોલ સેવા વિભાગમાં 50 સ્વયંસેવકો કાર્યરત છે. લાખો હરિભક્તો માટે પોલીસ અને ટ્રાફિક વિભાગ સાથે લાયઝેનિંગ, વીવીઆઈપી મૂવમેન્ટ માટે લાયઝેનિંગ માટે અમદાવાદ કમિશનર અને ગુજરાત પોલીસ તરફથી સહકાર મળી રહ્યો છે. આ ઉપરાંત મહોત્સવમાં બીડીડીએસની ટીમ પણ કામગીરી સંભાળી રહી છે. મહોત્સવમાં પાંચ જોનમાં અલગ અલગ કંટ્રોલ રુમ પણ છે અને અંદાજે 650 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. પોલીસ એજન્સીઓ તપાસ કરી શકે તે માટે પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ છે.’

આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર

30-35 પોલીસ કર્મી પણ સેવા કરવા આવ્યાં


વિંગ કમાન્ડર રાજુ દાણક જણાવે છે કે, ‘સુરક્ષા વ્યવસ્થામાં સત્સંગી પોલીસમાંથી કે આર્મ ફોર્સિસમાંથી રિટડાયર્ડ થયા હોય તેવા 120થી 125 જેટલા મેમ્બર્સ સામેલ છે. આ ઉપરાંત પોલીસમાંથી 30થી 35 અધિકારીઓ અને કર્મચારીઓ રજા લઈ સેવા માટે આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા માટે તહેનાત સ્વયંસેવકોને એક ખાસ ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે. જેમાં સ્વયંસેવકોને બ્લેક ટ્રાઉઝર અને વાઈટ શર્ટ તેમજ ડિપાર્ટમેન્ટ વાઈઝ સેફરન કલરની કોટી પહેરવાનું નક્કી કરાયું છે.’
Published by:Vivek Chudasma
First published:

Tags: BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav