Home /News /ahmedabad /દારૂના કેસમાં 65 હજારની માંગી લાંચ, ઘાટલોડિયાનો પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો

દારૂના કેસમાં 65 હજારની માંગી લાંચ, ઘાટલોડિયાનો પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો

દારૂના કેસમાં 65 હજારની માંગી લાંચ

Ahmedabad Crime news: એક પોલીસ કર્મચારી રંગે હાથ લાંચ લેતા પકડાયો છે. એક જાગૃત નાગરીકે આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. પોલીસ કર્મીએ ફરિયાદી પાસે 65 હજારની લાંચ માગી હતી.

અમદાવાદ: ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામે અવાર નવાર કેસ કરવામાં આવે છે. તેવામાં ચૂંટણીના સમયમાં વધુ એક કેસ પોલીસકર્મી સામે કરવામાં આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મચારી રંગે હાથ લાંચ લેતા પકડી ગયેલ છે. ફરિયાદી એક જાગૃત નાગરીક છે જેને આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. ફરિયાદીની ફરિયાદ પ્રમાણે આરોપી જયદીપસિંહ ધીરૂભાઇ,  પઢેરીયા (હે.કો,વર્ગ-૩, ઘાટલોડીયા પો.સ્ટે)ની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાથે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા જાહેર રોડ પર લાંચ લેવામા આવી


ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ મોલની આગળ અને જાહેર રોડ પર લાંચ લેવામા આવી હતી. પોલીસ કર્મી દ્વારા લાંચ પેટે 65,000/-ની માગણી કરવામાં આવી હતી. આ સાથે આરોપી પાસેથી લાંચના 65,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. ગુનાની વિગત વાર વાત કરવામાં આવે તો હકીકત એવી છે કે, આ કામના ફરિયાદીની બે એક્ટીવા દારુનાં કેસમાં જમા નહીં લેવા માટે તેમજ દારુનાં કેસમાં ફરિયાદીના ભાઇ તથા તેમા મિત્રને છોડી દેવા માટે લાંચ માગવામાં આવી હતી.

આ પણ વાંચો: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

65,000ની માંગણી કરવામાં આવી હતી


આ સાથે પોલીસ કર્મીએ એક માણસને જવા દેવા અને ફરિયાદીનું નામ નહીં બતાવવા 65,000ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા, જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. આજ રોજ ફરિયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવામાં આવ્યું હતુ. આરોપીઓ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરતા અને 65,000ની લાંચનાં છટકા દરમ્યાન પકડાઇ ગયા હતા. હવે તેમની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સ્ટેટ મોનિટીરીંગ સેલે સરદારનગરમાં દેશી દારૂની ફેક્ટરી પર પાડી રેડ

આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરાઈ


આરોપીને એસીબીએ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. acbએ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જેમાં આરોપીએ લાંચની કેટલી મિલકત વસાવી છે તેની વિગતો જાણવા મળશે. આ સાથે સાથેન આરોપીના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે અને મિલકતથી લઈને અલગ અલગ રીતે તપાસ કરવામાં આવાી શકે છે. acb દ્વારા આવા કેસમાં મિલકતથી લઈ ને તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Crime news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन