અમદાવાદ: આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. અમદાવાદનો 612 સ્થાપના દિવસ છે. આજે અમદાવાદ શહેર વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે. દર વર્ષે અમમદાવાદના સ્થાપના દિવસે અમદાવાદના માણેકચોકમાં આવેલ ગુરુ માણેકનાથજીની સમાધિ સ્થળે આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ એલીસબ્રીજ ખાતે માણેક બૂર્જ પરની ધ્વજ પુજા કરવામાં આવે છે. આજે અમદાવાદના સ્થાપના દિવસ નિમિતે અમદાવાદ શહેરના મેયર કિરિટ પરમાર, સ્ટેનિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ તેમજ ગુરુ માણેકનાથજીના વંશજો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ધમધમતું માણેકચોક
અમદાવાદ માણેકચોક સ્થિત ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળે આજે પણ સંતના દર્શાનાર્થે લોકો આવે છે. અમદાવાદની સોની બજાર મુળ પ્રારંભ ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસના વિસ્તારમાં શરુ કરવામાં આવી હતી. દેશની સૌથી પ્રાચીન શેરબજારની ઈમારત માણેકચોક વિસ્તારમાં જ બાંધવામાં આવી હતી અને માણેકચોક શહેરનું મુખ્ય વેપાર વાણિજ્ય કેન્દ્ર, તેમજ વિશાળ શાકભાજી બજાર, કાપડ બજાર, ધાતુ બજાર, જથ્થા બંધ બજાર આજે પણ ધમધમી રહ્યા છે. ગુરુ માણેકનાથજીના આશીર્વાદની સાથે અમદાવાદ શહેર હંમેશા વ્યવસાય સંસ્કૃતિ વારસા, કોમી એકતા અને સમુદ્ધિનું પ્રતિક બની રહ્યું છે.
માણકે ચોક રાત્રે ભરાતા ખાણીપીણી બજાર માટે પણ લોકપ્રિય
માણેક ચોક સવાર દરમિયાન શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે, જ્યારે બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે. જ્યાં દિવસ દરમિયાન લાખો રૂપિયાનો ધંધો થાય છે. જોકે, માણકે ચોક રાત્રે ભરાતા ખાણીપીણી બજાર માટે લોકપ્રિય છે, જે મધ્ય રાત્રિ સુધી ખુલ્લું રહે છે.