Home /News /ahmedabad /રાજ્યમાં ભૂક્કા કાઢશે ભાદરવો: 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ થશે તરબોળ

રાજ્યમાં ભૂક્કા કાઢશે ભાદરવો: 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ થશે તરબોળ

5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી (સેટેલાઇટ તસવીર)

Gujarat Rain Forecast: રાજ્યમાં સતત વરસાદનું જોર વધશે, રાજ્યમાં ભૂક્કા કાઢશે ભાદરવો, ગાજવીજ સાથે વરસાદની આગાહી

    અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ભારે બફારા બાદ લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ વચ્ચે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી રહી છે. 40 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો સાથે વરસાદની આગાહી છે. આગામી 12,13,14 સપ્ટેમ્બરે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ, 13 અને 14 સેપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.

    રાજ્યમાં સતત વધશે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે, ત્યારે 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. મંગળવારે 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે 11મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. સોમવારે એટલે કે 12મી તારીખે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે મંગળવારે પાંચ અને બુધવારે સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


    આ પણ વાંચો: હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે પ્રહાર; કહ્યુ- અનેક રાજનૈતિક સ્ટંટથી ગુજરાત પોલીસને બદનામ કરવામાં આવી

    રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 157.20 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, સૌરાષ્ટ્રમાં 91.15 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા વરસાદ પડ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં 8 જિલ્લાઓમાં 5 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી છે. ઉપરાંત વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદનું જોર વધશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Rain Forecaste, Monsoon 2022, વરસાદ, વરસાદની આગાહી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन