Home /News /ahmedabad /ભારતનાં 45થી વધુ બેસ્ટ ડિઝાઈનર્સ આવશે અમદાવાદ, નામ જાણીને તમે પણ ચોંકી જશો!
ભારતનાં 45થી વધુ બેસ્ટ ડિઝાઈનર્સ આવશે અમદાવાદ, નામ જાણીને તમે પણ ચોંકી જશો!
બેસ્ટ ડિઝાઈનર્સ આવશે અમદાવાદ
Best Designers Will Come to Ahmedabad: અફોર્ડેબલ તેવા વૈભવી સેગમેન્ટમાં ડીઝાઇન અને વ્યાપક શૈલીઓ પર કેન્દ્રીત એક વિશિષ્ટ પ્રકારનું ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ સિસરોની અમદાવાદના ફેશનપ્રેમીઓ માટે 079 સ્ટોરીઝ ખાતે 3 અને 4 ફેબ્રુઆરી, 2023ના રોજ તેના વાર્ષિક પોપ-અપ સિસરોની એડિટ વોલ્યુ- 2નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના 45થી વધુ ડીઝાઇનરો પોતાના કલેક્શનો રજૂ કરશે.
અમદાવાદ: અફોર્ડેબલ તેવા વૈભવી સેગમેન્ટમાં ડીઝાઇન અને વ્યાપક શૈલીઓ પર કેન્દ્રીત એક વિશિષ્ટ પ્રકારનું ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ સિસરોની અમદાવાદના ફેશનપ્રેમીઓ માટે 079 સ્ટોરીઝ ખાતે 3 અને 4 ફેબ્રુઆરી, 2023ના રોજ તેના વાર્ષિક પોપ-અપ સિસરોની એડિટ વોલ્યુ- 2નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના 45થી વધુ ડીઝાઇનરો પોતાના કલેક્શનો રજૂ કરશે. અમદાવાદમાં ખરીદી માટેના સ્થાનિક માર્ગદર્શક તરીકે જાણીતા સિસરોનીએ ખરીદદારોને ખરીદી માટેના રસપ્રદ સ્થળો શોધવામાં મદદરૂપ થવા વર્ષ 2016માં અમદાવાદ ખાતે શરૂઆત કરી હતી અને પાછળથી તે એક વિશિષ્ટ પ્રકારના ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ તરીકે વિકસિત થયું હતું. તે હસ્તકલાને પોષતા તથા સમાવેશી અભિગમ ધરાવતા હોય તેવા ઉભરી રહેલા કલાકારોના લેબલને દુનિયા સમક્ષ રજૂ કરી ખરીદદારોને ભારતના ખૂણે-ખૂણેથી નવા-નવા ડીઝાઇનરો પાસેથી ખરીદી કરવામાં મદદરૂપ થાય છે.
સિસરોનીની શરૂઆતથી જ મૂળભૂત વિચારધારા
શહેરમાં યોજાતા અન્ય પ્રદર્શનોથી આ પૉપ-અપ કેવી રીતે અલગ છે, તે અંગે વાત કરતાં સિસરોનીના સ્થાપક અને સીઇઓ નેહા શેઠે જણાવ્યું હતું કે, ‘વૉકલ ફૉર લૉકલે સિસરોનીની શરૂઆતથી જ મૂળભૂત વિચારધારા રહી છે. અમારી એક અંતર્નિહિત માન્યતા છે. ફેશન બ્રાન્ડ્સ માટે સસ્ટેનેબિલિટી જ એક માપદંડ હોવો જોઇએ. તફાવત સર્જનારું પરિબળ નહીં અને આ માન્યતાની સાથે સિસરોનીમાં ક્યુરેશનની પ્રક્રિયા દરમિયાન ડીઝાઇનને જ પ્રાથમિક મહત્ત્વ આપવામાં આવે છે. અમે ડીઝાઇનરોની વિકાસયાત્રાના પ્રારંભિક તબક્કામાં જ તેમના લેબલોને ચૂંટી લઇએ છીએ અને જેઓ પોતાના નોખા વ્યક્તિત્ત્વને ઉજાગર કરે તેવા પરિધાનો પહેરવાનું પસંદ કરતાં હોય તેવા ખરીદદારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે આવા ડીઝાઇનરોને એક મંચ પૂરું પાડીએ છીએ.’
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સિસરોની એડિટ વોલ્યુ. 2માં અમે આધુનિક ભારતીયો માટે પહેરવા યોગ્ય હોય તેવા સર્વોત્કૃષ્ટ ડીઝાઇનના પરિધાનોનો સંગ્રહ રજૂ કરવા જઈ રહ્યાં છીએ. અમે સામાન્ય રીતે રૂ. 3,000થી માંડીને રૂ. 20,000 સુધીના પરવડે તેવા વૈભવી સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, જે ફેશન પ્રત્યે સભાન ખરીદદારોને ટ્રાન્સ-સીઝનલ પરિધાનો અને જ્વેલરી સ્ટાઇલ્સ પૂરી પાડે છે.’
રફુડ, દો ટકે, શ્રિયા સિંઘી, નોરા, નોઈ નોઈ, ઇકોનોક એ ઉભરી રહેલી પ્રતિભાઓમાંથી કેટલાક એવા નામો છે, જેઓ પહેલીવાર અમદાવાદ આવી રહ્યાં છે. બોલિવૂડના એ-લિસ્ટરો દ્વારા સમર્થિત આ લેબલો તેમની સર્જનયાત્રાના પ્રથમ વર્ષે જ ધૂમ મચાવી રહ્યાં છે. આ વર્ષે કેટલાક પુરસ્કાર વિજેતા ડીઝાઇનરોના કલેક્શનને પણ રજૂ કરવામાં આવશે. જેમ કે, ટેરા ટ્રાઇબ (Elle ગ્રેજ્યુએટ 2022 - સસ્ટેનેબલ વૅર), બકા (Elle ગ્રેજ્યુએટ 2021 - એસેસરીઝ) અને NoNaMe (Elle ગ્રેજ્યુએટ 2022 - જ્વેલરી) અને તે સિવાય સ્પેસ, હેપ્પી સ્પેસ, સ્ટુડિયો ભાવિક શાહ, નિરજરા, એટી44, ક્રોસ એ લાઇન, દીતા, કાશ્મીરિયત, ઇમરા, બાય નિર્જરી જેવા લેબલો પણ પોતાના સર્જનો રજૂ કરશે.
નેહા શેઠે જણાવ્યું હતું કે, ‘સાઇઝ અંગેની માહિતી હોવા છતાં ગ્રાહકો યોગ્ય સાઇઝને સમજવામાં મૂંઝવણ અનુભવતા હોય છે અને કેટલાક ચોક્કસ કપડાંને પહેર્યા પછી કેવો અનુભવ થશે અને આ પરિધાનો કેવા લાગશે તે અંગેની સમજણનો અભાવ ધરાવતા હોય છે. આથી જ, લોકો જ્યાં સુધી કપડાંને પહેરીને અજમાવી ન જુએ ત્યાં સુધી તેઓ મોંઘા પરિધાન ખરીદવાનું ટાળતા રહે છે, પછી તે સ્ટોર હોય કે પૉપ-અપ એક્ઝિબિશન. આથી જ પરંપરાગત રીતે સંચાલન કરતાં સ્ટોરની સ્થાપના કરવાના તેના પોતાના અલગ પડકારો છે, જેમ કે, રોકાણ, ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ કરવું અને સંસાધનો. આ પ્રકારના ઓન-ગ્રાઉન્ડ પૉપ-અપ્સ ઓનલાઇન બિઝનેસ માટે લાંબાગાળાનું રોકાણ કર્યા વગર ફીઝિકલ રીટેઇલ ફૉર્મેટનો લાભ ઉઠાવવાનું શક્ય બનાવે છે.’