પહેલી ટુર્નામેન્ટમાં જ નેશનલ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
જાહલની પહેલી ટુર્નામેન્ટ કરાટેની હતી. તેમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત જાહલ કરાટે સિવાય ડાન્સ અને સ્કેટિંગમાં પણ રસ ધરાવે છે. જ્યારે સાડા ત્રણ વર્ષની હતી ત્યારે તેણે કરાટે અને જિમ્નાસ્ટિકના ક્લાસીસ જોઈન કરી લીધા હતા. અત્યારે હાલ તે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીમાં ભણે છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી જાહલ કનાળાએ તાજેતરમાં જ નિહોન શોટોકન કરાટે એસોસિએશન દ્વારા આયોજિત 12મી એનએસકેએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2022 માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
પહેલી ટુર્નામેન્ટમાં જ નેશનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
જાહલ કનાળાના માતા નીલમ કનાળા સાથે વાત કરતા જણાવ્યું કે જાહલ હજી 4 વર્ષની છે. આટલી નાનકડી વયે તેણે એક અનોખી સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધીમાં જાહલની પહેલી ટુર્નામેન્ટ કરાટેની હતી. તેમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
આ ઉપરાંત જાહલ કરાટે સિવાય ડાન્સ અને સ્કેટિંગમાં પણ રસ ધરાવે છે. જ્યારે સાડા ત્રણ વર્ષની હતી ત્યારે તેણે કરાટે અને જિમ્નાસ્ટિકના ક્લાસીસ જોઈન કરી લીધા હતા. અત્યારે હાલ તે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીમાં ભણે છે.
જાહલના કોચ સચિન જાદવ સાથે વાત કરતા જણાવ્યું કે જાહલે અભ્યાસ શરૂ કરતા પહેલા જ એક સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. જેમાં તેણે પોતાનું, પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કર્યું છે.
4 વર્ષની વયમાં તેણે કરાટેની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં તેણે નિહોન શોટોકન કરાટે એસોસિએશન દ્વારા આયોજિત 12મી એનએસકેએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2022 માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગમાં આપવામાં આવે છે આત્મ સુરક્ષા માટેની તાલીમ
માર્શલ આર્ટ એ એક સામાન્ય શબ્દ છે. જે વિવિધ દેશોની લડાઈ પદ્ધતિઓને આપવામાં આવે છે. જેમાં કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ અને અન્ય સેંકડો માર્શલ આર્ટની તાલીમ હેઠળ આવે છે. ત્યારે આ પ્રકારની સ્પર્ધામાં આત્મ સુરક્ષા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય માત્ર કેવી રીતે લડવું અને મજબૂત બનવું તે શીખવવાનો નથી. પરંતુ વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષમતાઓને મજબૂત કરીને તેમના વ્યક્તિત્વમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનો અને તેમને જીવન પ્રત્યેના સંતુલિત અભિગમ તરફ માર્ગદર્શન આપે છે.
કરાટેમાં શસ્ત્રો વગર વિરોધીને હરાવવા શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાસ વાત કરીએ તો કરાટેમાં હુમલો કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના વિરોધીને પછાડવા માટે માત્ર શરીરની શક્તિ અને તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. કિક બોક્સિંગ એ સ્વ-બચાવની પરિસ્થિતિઓ માટે એક ઉત્તમ સંપર્ક રમત માર્શલ આર્ટ છે. સ્પિરિટ કોમ્બેટમાં ભાગવું, ફેંકવું, પડવું, રોલિંગ અને પકડવાની મૂળભૂત કુશળતાનો સમાવેશ થાય છે.