Gujarat rain news: ગુજરાતમાં (Gujarat Different place) અલગ અલગ જગ્યાએ માણસો ડૂબી જવાની ઘટના (drowning men) બની હતી. ડીસામાં તળાવ જોવા ગયેલો યુવક ડૂબી ગયો હતો. જ્યારે જામનગરમાં (Jamnagar) પણ નદીમાં એક યુવક ડૂબી ગયો હતો.
અમદાવાદઃ અત્યારે ગુજરાતમાં વરસાદે (Heavy rain) રંગ રાખ્યો અને ઉત્તર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ (heavy rain in Gujarat) પડી રહ્યો છે ત્યારે નદી, તળાવો છલકાઈ રહ્યા છે. જોકે ખુશીના અવરસમાં કેટલીક અઘટીત ઘટનાઓ બનતી રહે છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ માણસો ડૂબી જવાની ઘટના (drowning men) બની હતી. ડીસામાં તળાવ જોવા ગયેલો યુવક ડૂબી ગયો હતો. જ્યારે જામનગરમાં (Jamnagar) પણ નદીમાં એક યુવક ડૂબી ગયો હતો. આ ઉપરાંત દ્વારકામાં (dwarka) પણ બે ભાઈઓ ડૂબી જવાની ઘટના બની હતી. આમ બે દિવસમાં ચાર યુવકો ડૂબી જવાની ઘટના બની હતી.
ડીસામાં નાઈનેસર તળાવ જોવા ગયેલા યુવકનો પગ લપશ્યો અને મોતને ભેટ્યો બનાસકાંઠાના ડીસા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસતો હતો જેના કારણે કંસારી ગામ માં આવેલું નાઈનેસર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. 2017 બાદ ચાર વર્ષ પછી ફરી એકવાર ગામનું સુકુ ભઠ્ઠ તળાવ ઓવરફ્લો થતા જોવા માટે ગ્રામજનો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તે દરમિયાન રમેશ ઠાકોર નામનો યુવક પણ તળાવ જોવા માટે આવ્યો હતો અને અચાનક તેનો પગ લપસી જતાં તે તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો આજુબાજુના લોકોએ તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
ઘટનાને પગલે ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશ ને બહાર કાઢી પીએમ અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. બુલેટની છે. ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે તેવામાં ભવિષ્ય માં આવી કોઈ ઘટના ન બને તે માટે પાણી ભરાયેલા તળાવ, નદી કે નાળા થી દૂર રહેવા માટે તંત્રએ ગ્રામજનોને અપીલ કરી છે.
જામનગરના ધુવાવ ગામે નદીમાં 1 યુવાન ડૂબ્યો જામનગરના ધુવાવ ગામમાંથી પસાર થતી રૂપારેલ નદીમાં યુવકો બપોરના સમયે ન્હાવા ગયા હતા તે સમયે ત્રણ યુવકોમાંથી એક યુવક ડૂબી ગોય હતો. સ્થાનિકોએ બે યુવકોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવક નદીમાં ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી છે.
દ્વારકામાં બે સગાભાઈઓના ડૂબી જતાં મોત દેવભૂમી દ્વારકામાં લોહીનો સંબંધ એટલે લોહીનો સંબંધ, આજના સમયમાં સંપત્તિ માટે ભાઈ-ભાઈનું નથી રાખતો ત્યારે દ્વારકામાં બે સગા ભાઈના અનોખા પ્રેમની કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક ભાઈને ડેમમાં ડુબતો જોઈ બીજો ભાઈ તેને બચાવવા જીવની પરવાહ કર્યા વગર ડેમમાં કૂદી પડ્યો, જોકે બંને ભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. એકની લાશ મળી આવી છે. આજે રવિવારે બીજા ભાઈની પણ લાશ મળી હતી. (બનાસકાંઠા ઈનપુટ આનંદ જયસ્વાલ)