ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)ના પડઘમ વાગી રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022) યોજાશે. તે પહેલા ગુજરાત રાજનીતિ (Gujarat Politics) માટે દેશનું આજે કેન્દ્ર સ્થાન બન્યું છે. ભાજપ, કોગ્રેસ, આપ અને ઔવેસી પાર્ટી AIMIM તમામ પક્ષો સક્રિય થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ 125 લક્ષ્યાંક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તે પહેલા જીતનો મંત્ર રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોગ્રેસના સિનિયર ચૂંટણી પ્રભારી તરીકે અશોક ગહેલતોને ફરી એકવાર કમાન સોપાઇ છે.
વિધાનસભા ચૂંટણી જીત મંત્ર સાથે ગુજરાત કોંગ્રેસની આગામી 4 ઓગષ્ટના રોજ મહત્વ પૂર્વ બેઠક મળશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલ બેઠક આગામી 4 ઓગષ્ટે મળશે. આ બેઠકમાં અશોક ગહેલોત, કોંગ્રેસ સિનિયર નેતાઓ અને લોકસભા દિઠ નક્કી કરાયેલા નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે. આ સાથેજ સિનિયક નિરીક્ષક તરીકે રાજસ્થાન સરકારના મંત્રીઓ અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રીઓ સહિત સિનિયર નેતાઓ લોકસભા બેઠક દિઠ સિનિયક નિરીક્ષક બનાવ્યા છે. તે તમામ નેતાઓ બેઠકમાં હાજર રહેશે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓની ઉપસ્થિતિ બેઠક મળી હતી. કેમિકલ કાંડ મામલે કોંગ્રેસ આગામી 2 ઓગષ્ટના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે. હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિતિ રહેવા માટે કાઉન્સિલર અને ધારાસભ્ય જવાબાદારી સોપવામા આવી છે. આ ઉપરાત ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના અગ્રણી સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં સમાજમાં મુખ્ય નેતાઓ સુચન કરાયું હતું કે સમાજ તરફથી મોટા સંખ્યામાં મતદાન થાય તે પ્રયાસ નેતાઓ કરવો જોઇએ. 1995 થી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. કોંગ્રેસ 2017 ની ચૂંટણીમાં જેમ ફરી એકવાર અશોક ગહેલોત પર ચૂંટણી જીતનો દામોદાર રહ્યો છે. 2017 ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકમાં સમેટાઇ દીધી હતી. તેથી ફરી એકવાર અશોક ગહેલોત સહારે ગુજરાત કોંગ્રેસ ચૂંટણી લડશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર